Arvind Kejriwal : SCએ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી, રેગ્યુલર જામીન પર હવે 23 ઓગસ્ટે થશે સુનાવણી

August 14, 2024

Arvind Kejriwal : દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) દ્વારા સીબીઆઈ (CBI) કેસમાં દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે હાલમાં આ કેસમાં તેમના વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. સીબીઆઈને નોટિસ. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે સુનાવણી હાથ ધરી હતી, હવે કેજરીવાલ (Arvind Kejriwal)ના નિયમિત જામીન પર 23 ઓગસ્ટે સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે કેજરીવાલે જામીન અને ધરપકડને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.

કેજરીવાલ (Arvind Kejriwal)ની જામીન અરજી પર હવે સુપ્રીમ કોર્ટમાં 23 ઓગસ્ટે સુનાવણી થશે. સીબીઆઈએ 23મી ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે. સિંઘવીએ તબિયતના કારણોને ટાંકીને તાત્કાલિક વચગાળાના જામીનની માંગણી કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી અને વચગાળાના જામીનની માંગને ફગાવી દીધી હતી.

સિંઘવીએ કહ્યું હતું કે મેં વચગાળાની જામીન અરજી કરી છે, સ્વાસ્થ્યની સમસ્યા છે. મેં કહ્યું છે કે કેજરીવાલ (Arvind Kejriwal)ને વચગાળાના જામીન આપવામાં આવે. ED કેસમાં નીચલી કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે પરંતુ હાઈકોર્ટે તેના પર સ્ટે મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે ખુદ ED કેસમાં વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કેજરીવાલ વતી એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલો રજૂ કરી હતી.

આ પણ વાંચો : Delhi on High Alert : સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી અને પંજાબ હાઈ એલર્ટ પર, જમ્મુમાંથી બે શંકાસ્પદ; વિસ્ફોટકો પણ!

Read More

Trending Video