Arvind Kejriwal : જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેંકવાની ઘટના, અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને લીધી આડેહાથ

December 6, 2025

Arvind Kejriwal : જામનગરમાં આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. “છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15થી 20 મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી જી.જી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતા.” હવે આ મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ મેદાને આવ્યા છે. અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

અરવિંદ કેજરીવાલે આ મામલે શું કહ્યું ?

જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જુતુ ફેંકવાની ઘટના મામલે અરવિંદ કેજરીવાલ પર બરાબરના ભડક્યા છે. અને હવે આ મામલે કહ્યું છે કે, ગુજરાતમાં આપની વધતી જતી લોકપ્રિયતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને હચમચાવી દીધા છે. અમે ભાજપની નિષ્ફળતાઓ પર સવાલ ઉઠાવીએ છીએ, પરંતુ કોંગ્રેસ જ પીડા અનુભવી રહી છે… શા માટે? જામનગરમાં, અમારા લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપ અને કોંગ્રેસ હવે ગુજરાતમાં AAP સામે એક થઈને લડી રહ્યા છે.

પરંતુ બંને પક્ષોએ સાંભળવું જોઈએ –
AAP નેતાઓ ન તો ડરે કે ન તો નમે.

ગુજરાતના લોકોએ હવે AAP તરફ વળીને પરિવર્તનનો નિર્ણય લીધો છે, અને આ જ બંને પક્ષોની ગભરાટનું કારણ છે.

આ પણ વાંચોGopal Italia પર જુતુ ફેંકનાર છત્રપાલસિંહનો હેમંત ખવા સાથેનો ફોટો વાયરલ, અમિત ચાવડાએ કર્યા પ્રહાર

Read More

Trending Video