Arvind Kejriwal ને જામીન મળતા AAP ઓફિસમાં ઉજવણી, સિસોદિયાએ કેજરીવાલની મુક્તિને સત્યની જીત ગણાવી

September 13, 2024

Arvind Kejriwal Bail: આમ આદમી પાર્ટી (AAP)ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) સીએમ અરવિંદ કેજરીવાલને 10 લાખ રૂપિયાના જામીન પર જામીન આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 156 દિવસથી જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે બહાર આવશે ત્યારે દિલ્હીના સીએમને જામીન મળ્યા બાદ તેમની પાર્ટી AAPમાં ઉજવણીનો માહોલ છે. ત્યારે બીજી તરફ કેજરીવાલને જામીન મળ્યા બાદ AAPના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ (Manish Sisodia) ભાજપ પર નિશાન સાધ્યું છે.

કેજરીવાલને જામીન મળ્યા બાદ મનીષ સિસોદિયાએ શું કહ્યું ?

મનીષ સિસોદિયાએ કહ્યું, ‘આજે ફરી અસત્ય અને ષડયંત્ર સામેની લડાઈમાં સત્યની જીત થઈ છે. ફરી એકવાર હું બાબા સાહેબ આંબેડકર જીની વિચારસરણી અને દૂરંદેશીને સલામ કરું છું, જેમણે 75 વર્ષ પહેલાં સામાન્ય માણસને ભવિષ્યના કોઈપણ સરમુખત્યાર કરતાં વધુ મજબૂત બનાવ્યો હતો.

સૌરભ ભારદ્વાજે દિલ્હીના સીએમને જામીન મળવા પર આપી આ પ્રતિક્રિયા

દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હીના સીએમને જામીન મળવા પર કહ્યું, ‘આજના અખબારોમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 40 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા અને આજે ફક્ત 2 લોકો જેલમાં છે, તેથી જામીન મળવાનું નિશ્ચિત હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે કેન્દ્રની તપાસ એજન્સીઓ વિશે જે કહ્યું તે કેન્દ્રની મોટી ટીકા છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી મને લાગે છે કે જો કેન્દ્રમાં થોડી પણ શરમ હોય તો કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. CBI ગૃહ મંત્રાલય હેઠળ આવે છે, કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે દેશની અગ્રણી એજન્સીએ બદલાની ભાવનાથી કામ કર્યું છે.

 દિલ્હી બીજેપી ચીફ વીરેન્દ્ર સચદેવનું નિવેદન

આ મામલે દિલ્હી બીજેપી ચીફ વીરેન્દ્ર સચદેવનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું, ‘કેજરીવાલને ભલે જામીન મળી ગયા હોય, પરંતુ તેમને મુખ્યમંત્રી પદ પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી. જ્યારે તેઓ મુખ્યમંત્રીનું કામ કરી શકતા નથી તો પછી તેઓ મુખ્યમંત્રી કેમ છે? જો તેઓ સાચા હોય તો તેમણે રાજીનામું આપવું જોઈએ.

આ પણ વાંચો :  Jamnagar: ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 100 બાળકોને ફુડ પોઈઝનિંગ, તંત્ર થયું દોડતું

Read More

Trending Video