Arvind Kejriwal Bail : અરવિંદ કેજરીવાલને જામીન મળવાની ખુશીમાં જૂનાગઢ ખાતે AAP પાર્ટીએ કરી ઉજવણી

July 12, 2024

Arvind Kejriwal news:દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં(Delhi liquor scam case) અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal ) મોટી રાહત મળી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલો 3 જજોની બેંચને મોકલી આપ્યો છે.જો કે, કેજરીવાલ હજુ જેલમાંથી બહાર આવી શકશે નહીં, કારણ કે તેઓ હજુ પણ સીબીઆઈ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. જેલમાંથી બહાર આવવા માટે તેમને તેમાં પણ જામીન લેવા પડશે.

અરવિંદ કેજરીવાલને જામીન મળતા આપ પાર્ટીમાં ખુશીનો માહોલ

અરવિંદ કેજરીવાલને જામીન મળવાના સમાચાર મળતા આમ આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આ અરવિંદ કેજરીવાલની જીત માને છે. ત્યારે અરવિંદ કેજરીવાલને જામીન મળવાની ખુશીમાં જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીએ મીઠાઈ વહેંચીને મોઢા મીઠા કરાવ્યા હતા.જૂનાગઢ ખાતે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત પહોંચ્યાલેલા, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયા , ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ મંત્રી અજિત લોખીલ ખુશી વ્યકત કરી હતી.

આ પણ વાંચો :  Nepal Landslide: નેપાળમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનને કારણે નદીમાં બે બસ ખાબકી, 7 ભારતીયોના મોત

Read More

Trending Video