આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિસાવદર ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે વિસાવદર વિધાનસભામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે, તેને લઈને આ મિટિંગમાં એક ઠરાવ પાસ કરીને ભુપતભાયાણીને વિસાવદર વિધાનસભાનો ગદ્દાર જાહેર કરવામાં આવેલ છે.
‘આપ’ના મોટા નેતાઓ વિસાવદર આવશે
સાથે સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં છેલ્લી ચૂંટણી કરતાં પણ વધુ વોટ મળે અને આમ આદમી પાર્ટી જીતે એ માટે પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વિસાવદરમાં કાર્યક્રમ થતા રહેશે. આગામી સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સભાઓ પણ વિસાવદરમાં થશે. અમને પૂરી ખાતરી છે કે વિસાવદરની જનતા ક્યારેય ભાજપની ગુલામ બની નથી અને ક્યારેય પણ ગુલામ બનશે નહીં