Arvalli: બાંગ્લાદેશમાં (Bangladesh) ચાલી રહેલ હિંસાઓ વચ્ચે અરવલ્લીમાથી (Arvalli) બાંગ્લાદેશી મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ અરવલ્લીમાં બાયડના (Bayad) રમાસમાથી બાંગ્લાદેશી (Bangladeshi) યુવક ઝડપાયો છે. યુવકની શંકાસ્પદ હિલચાલથી સ્થાનિકોએ પોલીસને હવાલે કર્યો હતો. જે બાદ પોલીસે યુવકની તપાસ કરતા તેના મોબાઈલમાંથી ભારત વિરૂદ્ધનું લખાણ મળી આવ્યું છે.
બાયડના રમાસમાથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો
પ્રાપ્ત જાણકારી મુજબ , અરવલ્લી જિલ્લાના બાયડ (Bayad)ના રમાસ ગામેથી પોલીસે મોહમ્મદ રહાબ નામના યુવકની શંકાસ્પદ હિલચાલના પગલે અટકાયક કરી છે. અરવલ્લી એસઓજી પોલીસે શંકાઓનાં આધારે યુવકને ઝડપી પાડ્યો હતો. તેની તપાસ કરતા ફેસબુક એકાઉન્ટમાં તેનું નામ એમડી બુશિરખાન હોવાનું માલુમ પડ્યું હતું. તેના મોબાઈલમાંથી ભારત દેશ વિરૂદ્ધ લખાણ મળી આવ્યું હતું.
એસઓજી પોલીસે અટકાયત બાદ પૂછપરછ હાથ ધરી
આ યુવક સોશિયલ મીડિયામાં ભારત દેશ વિરૂદ્ધ લખાણ લખતો હોવાની પોસ્ટ કરતો હોવાનું પોલીસને જાણવા મળ્યુ છે. તેમજ આ યુવક આધારકાર્ડ બનાવવાની ફીરાકમાં હોવાનું જાણવા મળ્યું હતુ. જે બાદ પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : banaskantha ની ભૂતિયા શિક્ષકા ભાવના પટેલે અમેરિકાથી વીડિયો જાહેર કરી જણાવી હકીકત, જાણો દોષનો ટોપલો કોના પર ઢોળ્યો ?