Ahmedabad માં AAPનું કાર્યકર્તા અધિવેશન, સાંસદ સંજયસિંહનું આગમન

સંજય સિંહનું ગુજરાત ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના શીર્ષ નેતૃત્વ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

September 16, 2023

આજે અમદાવાદમાં (Ahmedabad) AAPનું કાર્યકર્તા અધિવેશન (AAP’s Worker Convention) યોજાવા જઈ રહ્યું છે જે અંતર્ગત આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય નેતા અને રાજ્ય સભા સાંસદ સંજય સિંહ  (MP Sanjay Singh) અમદાવાદ આવી ગયા હતા. જ્યાં આમ આદમી પાર્ટી ગુજરાતના શીર્ષ નેતૃત્વ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંજયસિંહ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈને આમ આદમી પાર્ટી એક્શનમાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત AAPનું પ્રદેશ અધિવેશન અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. જેમાં AAPના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધશે. આ માટે તેઓ આજે વહેલી સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. સંજય સિંહનું ગુજરાત ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના શીર્ષ નેતૃત્વ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચૂંટણી લડવા અંગે થશે મંથન

આ અધિવેશનમાં સંજયસિંહ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે તેમજ I.N.D.I.A ગઠબંધન બાદ તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવી કે પછી ગઠબંધન મુજબ ચૂંટણી લડવી તે અંગે પાર્ટીના પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. આ સાથે તેઓ લોકસભાની બેઠકો તેમજ ઉમેદવારો અંગે પણ ચર્ચા કરવામા આવશે.  લોકસભાની ચૂંટણીને લઈને  અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું મંથન કરાશે.

સંજય સિંહે શું કહ્યું ? 

 અમદાવાદમાં આવેલા સાંસદ સંજયસિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતુ કે,   ‘તેઓ ગુજરાતમાં  વિવિધ ઘટનાઓ જે ઘટી છે તેને લઈને મુદ્દો ઉઠાવશે સાથે તેઓએ જમ્મુ-કશ્મિરમાં આતંકવાદ સાથે સેનાની અથડામણ લઈને  પણ  નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ શહીદ જવાનોના પરિવારને લઈને સંવેદના વ્યક્ત કરી હતી અને સાથે તેઓએ આ મુદ્દાને લઈને પ્રધાનમંત્રી મોદી પર પણ પ્રહાર કર્યા હતા તેઓએ કહ્યું કે આટલી મોટી ઘટના પર હજુ સુધી પ્રધાન મંત્રી મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી,  એટલા જવાનો શહીદ થઈ ગયા છતા તેમને કોઈ સંવેદના વ્યક્ત કરી નથી. પ્રધાનમંત્રીએ હંમેશા એવો દાવો કરતા રહે છે કે  તેઓ આતંકવાદનો ખાત્મો કરશે ત્યારે આટલી મોટી ઘટના બની છે તેનો પ્રધાનમંત્રીએ જડબાતોડ જવાબ આપવો જોઈએ.  આપણે  જોયું  કે G 20 જસ્ન મનાવવામા આવે છે. ચૂંટણીને લઈને પ્રસાર કરવામાં આવે છે પરંતુ તેમણે આટલી મોટી ઘટના પણ હજુ સુધી  PM મોદીએ સંવેદના વ્યક્ત કરી નથી.  અત્યારે હકીકત સામે આવી છે કે લશ્કરે તૈયબના સંગઠને આ  ઘટનાને અંજામ આપ્યો છે.  તેની સામે આપણા દેશના બહાદુર સૈનીકોએ બલીદાન આપ્યું છે  આપણા માટે ગર્વની વાત છે કે  આપણા દેશમાં દેશ માટે મરવા વાળાની કમી નથી. ત્યારે પ્રધાનમત્રીએ આતંકવાદને જડબાતોડ જવાબ આપવો જોઈએ .

Read More

Trending Video