માંડલમાં રામાનંદ આંખની હોસ્પિટલમાં બેકાળજીના કારણે લગભગ 18 લોકોએ આંખ ગુમાવી હતી: Isudan Gadhvi

September 3, 2025

Isudan Gadhvi AAP: બે વર્ષ પહેલા માંડલમાં રામાનંદ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન દરમિયાન 18 લોકોએ પોતાની આંખો ગુમાવી હતી અને બે વર્ષ બાદ પણ તે લોકોને હજુ સુધી કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી અને લોકોને ન્યાય પણ મળ્યો નથી. માટે આજે આ તમામ પીડીતો અને તેમના પરિવારના સભ્યો આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને હોસ્પિટલ કેર કમિટી પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે આ તમામ લોકો સાથે મુલાકાત કરી તેમની પીડા જાણી અને તેમને ન્યાય અને વળતર અપાવવા માટે બનતા તમામ પ્રકારના પ્રયાસોમાં સહકાર આપવાની ખાતરી આપી.

આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, માંડલમાં રામાનંદ આંખની હોસ્પિટલમાં બે વર્ષ પહેલા ઘણા લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન બેકાળજીના કારણે લગભગ 18 લોકોની આંખ જતી રહી છે. આ ઘટનાના પીડિત લોકો આજે અમારી મુલાકાતે આવ્યા છે. આટલી મોટી બેદરકારી બાદ પણ આ 18 લોકોને એક પૈસો પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી. સરકાર, હોસ્પિટલ કે ટ્રસ્ટ કોઈએ પણ અત્યાર સુધી એક પૈસાનું પણ વળતર ચૂકવ્યું નથી, જે ખૂબ જ દુઃખદ બાબત છે. આંખ જવાના કારણે લોકોને ખૂબ જ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, કામકાજથી લઈને તમામ જગ્યાએ લોકો સમસ્યા ભોગવી રહ્યા છે.

આ ઘટનાને બે વર્ષ થયા હજુ પણ આ લોકો વળતરની રાહ જોઈ રહ્યા છે માટે હું ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને વિનંતી કરીશ કે તાત્કાલિક ધોરણે આ મુદ્દે હસ્તક્ષેપ કરે. આ તમામ 18એ 18 લોકો ગરીબ વર્ગમાંથી આવતા લોકો છે. આ લોકો મોતિયાનું ઓપરેશન કરાવવા પણ સક્ષમ ન હતા અને હવે આ ગરીબ લોકોની આંખો જતી રહી છે માટે અમારી વિનંતી છે કે સરકાર તરફથી પણ આ તમામ લોકોને પૂરતું વળતર આપવામાં આવે અને તમામ લોકોને ન્યાય આપવામાં આવે તથા હોસ્પિટલ તરફથી પણ વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે. જો આગામી સમયમાં આ પીડિતોને વળતર ચૂકવવામાં નહિ આવે તો આ પીડીતો માટે જે પણ શક્ય હશે તેવા પગલા આમ આદમી પાર્ટી ભરશે.

આ પણ વાંચો:ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટી આરપારની લડાઈ લડશે: Raju Karpada AAP

Read More

Trending Video