Arjun Modhwadia : ગુજરાતમાં વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રનો આજે છેલ્લો દિવસ છે. પરંતુ આ સત્ર દરમિયાન કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડીયા સતત ચર્ચાનો વિષય રહ્યા. અર્જુન મોઢવાડિયાએ લોકસભા ચૂંટણી વખતે પક્ષ પલટો કર્યો હતો. અને કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. હવે વધુ એક વખત અર્જુન મોઢવાડીયા (Arjun Modhwadia)એ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર (Shailesh Parmar)ને એવું કંઇક કહી દીધું કે તેઓ ફરી ચર્ચામાં આવી ગયા.
અર્જુન મોઢવાડિયાની શૈલેષ પરમારને ખુલ્લી ઓફર
ગુજરાત વિધાનસભામાં ચોમાસું સત્ર (Guajrat Monsoon Session 2024) દરમિયાન ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)એ પોતાના જૂના સાથીને ભાજપમાં જોડાવા ઓફર કરી છે. આજે ચોમાસું સત્રના છેલ્લા દિવસે વિધાનસભા ગૃહમાં બિલ પર ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન અર્જુન મોઢવાડીયા (Arjun Modhwadia)એ શૈલેષ પરમારને ભાજપમાં આવવા ઓફર કરી હતી. આ ઓફર એટલા માટે કરવામાં આવી કારણ કે શૈલેષ પરમારે રંગા બિલ્લાનું શું હતું તેવો સવાલ અર્જુન મોઢવાડીયાને પુછ્યો હતો. તેના જવાબમાં અર્જુન મોઢવાડીયા (Arjun Modhwadia)એ આ ઓફર કરી હતી. અર્જુન મોઢવાડીયા (Arjun Modhwadia)એ શૈલેષ પરમારને કહ્યું કે, તમે ટકી રહ્યા છો તમને ધન્યવાદ, હું તો છુટ્યો. આ સાથે કહ્યું કે, તમારૂ અને મારૂ કશું ચાલતું ન હતું અને હજુ પણ તમારૂ ચાલતું નથી. કોંગ્રેસમાં પરસેવાની કિંમત નથી, ત્યાં ઉપરથી આવે એજ કરવું પડે.
જોજો હો શૈલેષભાઈ ઓફર તો સારી છે. પણ તમે એકવાર અર્જુનભાઈની સામે જોઈ લેજો. પછી વિચારજો કે શું કરવું. સી.આર.પાટીલે જેમ અંબરીશ ડેર માટે બસમાં રુમાલ મુક્યો હતો. અને અંબરીશ ડેર ભાજપમા આવી ગયા હતા. તેમ હવે તમને તમારા જૂના સાથી પોતાના પક્ષમાં બોલાવી રહ્યા છે. પક્ષ પલટો કરવો જોઈએ. તો તમે ચર્ચામાં આવો. પણ એ જોવું વધારે હિતાવહ હોય છે કે કોણે તમને ઓફર કરી છે. પછી ક્યાંક એવું ન થાય કે તમે ઘરના પણ ના રહો અને ઘાટના પણ ના રહો. અર્જુનભાઈ પહેલી હરોળમાં વર્ષમાં બે કે ત્રણ જ વાર ગાદી મળે. પછી તો તમને પણ ખબર છે કે શું થાય છે. તમે શું જોઈ તમારા જૂના સાથી પક્ષને ભાજપમાં બોલાવો છો. તમને વિધાનસભામાં પહેલી હરોળમાં જૂની ગાદી મળી એટલે. હજુ તમે ક્યાં એકેય ભાજપની દિવાળી જ જોય છે.
તમે કોંગ્રેસને કહો છો કે ત્યાં પરસેવાની કિંમત નથી, ત્યાં ઉપરથી આવે એજ કરવું પડે. ભાજપમાં તમારા પરસેવાની અત્યાર સુધી કેટલી કિંમત થઈ એ પણ અમને કહેજો જરા. અને તમે ભાજપમાં તમારી જાતે કેટલું કર્યું તે પણ કહેજો. હવે આ નિર્ણય તો શૈલેષ પરમારનો છે. ઓફર સ્વીકારવી કે ના સ્વીકારવી. કારણ કે જો શૈલેષ ભાઈ તમે ઓફર સ્વીકાર કરવા માંગતા હોવ તો એકવાર તમારા પક્ષમાંથી ભાજપમાં ગયેલા અરંવિદ લાડાણીની સામુ જોઈ લેજો. કારણ કે તમારા પક્ષમાંથી પક્ષપલટો કરી ભાજપમાં ગયેલા તમારા મોટા કદાવર નેતાઓને ભાજપે પાર્ટીમાં લઈ તો લીધા. સાચવી પણ લીધા. પદ પણ આપી દીધા. અને આ ત્રણેય નેતાઓ ભાજપમાં ધારાસભ્યના પદે પણ છે. પણ અત્યારે આમાથી બે જ નેતાઓ અત્યારે આગળની પાટલી પર છે અને એક અરંવિદ લાડાણી જે પાછલી હરોળમાં તમારી સાથે જ છે.. ભાજપે સી.જે ચાવડા અને અર્જુન મોઢવાડીયાને પહેલી હરોળમાં સ્થાન આપી સાચવી લીધા. અને તેમની એન્ટ્રી પર તાલીઓ પણ પાડી.
જો જો ઓફર સ્વીકારવામાં ક્યાંક તમારી પણ પહેલી પાટલી જતી ન રહે અને સીધા જ પાછળની હરોળમાં ન આવતા રહો. નહીતર તમારા જ આ સાથીઓ તમારી ટીખળ કરી નાખશે. પછી ક્યાંક રહેવાય પણ નહિ અને સહેવાય પણ નહિ તેવી સ્થીતી તમારી પણ ઉભી ન થાય અને અત્યારે જે તમને ઓફર કરી રહ્યા છે તેની શું ગેંરટી કે તેમને આવતા સત્રમાં પણ પહેલી જ હરોળ મળશે અને આમ જ તાળીઓ પડશે ?
આ પણ વાંચો : Shankarsinh Vaghela : ગુજરાતના રાજકારણમાં ફરી શંકરસિંહ બાપુ સક્રિય થાય તેવા એંધાણ, આજે અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત