Aravalli : અરવલ્લીમાં અધૂરો રોડ પૂરો કરાવવા સરકારી ઓફિસના ધક્કા, સરકારી અધિકારીઓ હવે કોને ગાંઠશે ?

September 4, 2024

Aravalli : ગુજરાતમાં સામાન્ય રીતે અધિકારી રાજ ચાલે છે. પરંતુ સરકારી અધિકારીઓ તો કોઈનું સાંભળતા જ નથી. આ અધિકારીને હવે એવો અભિમાન આવી ગયો છે કે અત્યાર સુધી માત્ર જનતાનું જ સંભાળતા નહોતા. પરંતુ હવે આ અધિકારીઓ નેતાઓનું પણ સાંભળતા નથી. અધિકારીઓ પ્રજાલક્ષી કામ તો કરતા નથી પણ પ્રજા ના જે સારા કામ થઇ રહયા છે, તે પણ અટકાવી રહયા છે. ત્યારે આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લામાંથી સામે આવી છે.

અરવલ્લી જિલ્લાના ડુઘારવાડા અને સાકરીયા ગામનો કાચો રસ્તો જંગલ વચ્ચેથી પસાર થતો હતો. સાથે જ બંને ગામ વચ્ચે 4 થી 5 કાચા ગરનાળા આવે છે. બંને ગામના લોકો ખેતરે જવા માટે કાચા રસ્તાનો ઉપયોગ કરતા હતા. ત્યારે ખેડૂતોનો સમય અને પેટ્રોલ/ડીઝલની બચત થઇ શકે તેના માટે સરકારે બંને ગામ વચ્ચે પાકો રસ્તો બનાવ્યો અને ગરનાળા પણ પાક્કા કરાવ્યા. આ રસ્તો બનાવામાં જંગલમાંથી 1 પણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી. ત્યારે 500 મીટર જેટલો પાકો રસ્તો બનાવવા દેવામાં આવ્યો નહિ. સાથે જ વનવિભાગ દ્વારા રસ્તાનું કામકાજ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું. ત્યારે ગ્રામજનોએ આ અંગે રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારને લેખિતમાં રજુઆત કરી હતી.

Aravalli

જે બાદ મંત્રી ભીખુસિંહ પરમારના સચિવે 4 જાન્યુઆરીના રોજ જિલ્લાના કલેક્ટરને ગ્રામજનોના પ્રશ્નોના ઉકેલ લાવવા કહ્યું હતું. ત્યારે આટલો સમય વીતવા છતાં કલેક્ટરે કોઈ કાર્યવાહી કરી નહોતી. આખરે ગ્રામજનો ફરીથી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા. અને જે રસ્તો બાકી છે તે પાકો રસ્તો બને તેટલી જલ્દી તૈયાર થાય તેવી રજૂઆત કરી હતી.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારના સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચાર તો સામે આવે જ છે. પરંતુ આ અધિકારીઓ પોતાની મનમાનીથી બહાર આવતા નથી. અને હવે આ અધિકારીઓ નેતાઓને પણ ગણકારતા નથી. ત્યારે જોવાનું રહ્યું કે આ બાકી રહેલ રસ્તો ક્યારે બનીને તૈયાર થાય છે કે ગ્રામજનોએ હજુ કેટલી ઓફિસના ધક્કા ખાવા પડશે ?

Aravalli

આ પણ વાંચોGujarat Dam Overflow : ગુજરાતમાં ભારે વરસાદથી ચોતરફ પાણી જ પાણી, 55% થી વધુ જળાશયો ભરાઈ ગયા

Read More

Trending Video