Aravalli : દેશમાં વિકાસનું મોડલ કહેવાતું ગુજરાત શિક્ષણના કૌભાંડોથી લઇ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા ભ્ર્ષ્ટાચારોને લઈને અત્યારે બદનામ છે. જ્યાં આદિવાસીઓના હક્કની વાતો કરીએ છીએ. તેમને આગળ લાવવાની વાતો કરીએ છીએ. તે ગુજરાતની આદિવાસી વિસ્તારની શાળાઓને હવે તાળા લગાવવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર ખરેખર આદિવાસીઓ વિશે કંઈ વિચાર કરે છે ખરી? અરવલ્લી જિલ્લાની શાળામાં કંઇક આવું જ બન્યું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જુદીજુદી જોગવાઈઓ, ઠરાવ, શિક્ષણનિયમો અને શિક્ષણ અધિકાર નિયમો અંતર્ગત ૧૦ કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી પ્રાથમિક શાળાઓ બંધ કરવા આદેશ કરાયો હતો. આ આદેશ અન્વયે અરવલ્લીની ૭ પ્રાથમિક શાળાઓને સદંતર બંધ કરવા અને બે પ્રાથમિક શાળાઓમાં ધોરણો 1 થી 5 બંધ કરવા જિલ્લા શિક્ષણ સમિતિના નિર્ણય હેઠળ આ ૭ શાળાઓને હવે ખંભાતી તાળા વાગશે. જયારે આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નજીકની શાળામાં પ્રવેશ આપવમાં આવશે અરવલ્લી જિલ્લાની બંધ થનાર શાળાઓની વાત કરવામાં આવે તો મોડાસા ની સાકરીયા કંપા, કરસનપુરા કંપા અને મુન્શીવાળા સ્કૂલ તેમજ બાયડ તાલુકાની બાદરપુરા, વટવટીયા, મેઘરજ તાલુકાની માલકંપા ભિલોડા ની મોતીપુરા માલપુર ની પીપલાણા શાળા પણ બંધ થશે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ આ નિર્ણયથી વાલીઓ મુંજવણમાં મુકાયા છે વાલીઓ બાળકના ચિંતા કરતા કહ્યું ક્યારે બાળક ની શાળા બદલાશે ક્યારે ટ્રાંસપોર્ટશન સેવા શરૂ થશે તેમજ વાલીઓની એ પણ માંગ છે કે આ સ્કૂલો બંધ કરવા કરતે મર્જ કરવામાં આવે જેના કારણે ભવિષ્યમાં સ્કૂલ માં બાળકો થાય તો ફરી એ સ્કૂલ શરૂ કરી શકાય.
ત્યારે આજ મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ છે. ત્યારે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશી કહી રહ્યા છે કે અરવલ્લી જિલ્લાની 7 પ્રા.શાળાઓને ખંભાતી તાળાં મારવામાં આવ્યા છે. સરકારી શાળાને તાળા મારવાની નીતિથી ગ્રામ્ય વિસ્તારના બાળકોનો શિક્ષણ અધિકાર છીનવાઈ રહ્યો છે.કરોડો રૂપિયાની જાહેરાતોથી ગુલાબી પિક્ચર રજુ કરનાર ભાજપા શાસકોના લીધે શિક્ષણની વધુને વધુ અવદશા થઇ રહી છે. શું આ રીતે ભણશે ગુજરાત ? અરે સાહેબ તમને શાળા બંધ કરતા પહેલા આ માસૂમોના મોઢા પણ આડા ન આવ્યા. દેશના ભવિષ્યની વાતો કરો છો અને શાળાઓને તાળા તમે જ મારી રહ્યા છો?
આ પણ વાંચો : Ganesh Gondal Case : ગણેશ ગોંડલ કેસમાં વધુ એક કલમનો ઉમેરો કરાયો, જૂનાગઢ પોલીસે ચાર્જશીટમાં કલમ 201નો કર્યો ઉમેરો