Aravalli Fake SDM : અરવલ્લીના બાયડમાંથી વધુ એક નકલી સરકારી અધિકારી ઝડપાયો, SDM બનીને પોલીસ સાથે છેતરપીંડી કરી

September 1, 2024

Aravalli Fake SDM : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી સરકારી કચેરી, નકલી સરકારી અધિકારી, નકલી શાળા, નકલી ટોલનાકું, નકલી શિક્ષકો પકડાવાની ઘટના સામે આવી રહી છે. ગુજરાત સરકારની બેદરકારીને લીધે નકલી ઓળખ આપી રોફ જમાવતા લોકોના કિસ્સાઓ સામે આવી રહયા છે. ત્યારે આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લામાંથી સામે આવી છે. અરવલ્લી જિલ્લામાંથી વધુ એક નકલી સરકારી અધિકારી ઝડપાયો છે. અરવલ્લી જિલ્લાના બાયડના સાઠંબા પોલીસની કાર્યવાહી દરમિયાન એક નકલી SDM ઝડપાયો છે.

Aravalli Fake SDM

અરવલ્લી જિલ્લાના બાયડમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. બાયડમાં થયેલ રાયોટિંગના ગુનાની તપાસાર્થે પોલીસ પહોંચી હતી. બાયડના ઇન્દ્રાણ ગામે જયારે પોલીસ પૂછપરછ માટે પહોંચી ત્યારે આરોપી આરોપીએ આઈકાર્ડ બતાવી SDM હોવાનું નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું કે, નડિયાદમાં SDM તરીકે ફરજ બજાવી રહયો છું. પોલીસને આરોપી પર શંકા જતા તેનું વેરિફિકેશન કરી તપાસ કરી ત્યારે નકલી ઓળખ આપી હોવાનું સાબિત થયું હતું. પોલીસ દ્વારા પકડાયેલ SDM પ્રકાશ નાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Aravalli Fake SDM

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી સરકારી કચેરી, નકલી સરકારી અધિકારી, નકલી શાળા, નકલી ટોલનાકું, નકલી શિક્ષકો સામે આવી રહ્યા છે. ત્યારે જો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ બનતી હોય તો શું સરકારને પોતાના વિભાગની કોઈ જ જાણ નથી ? અને આ બધા કેસ બન્યા છતાં કેમ સરકાર કોઈને કંઈ સજા કરતી નથી ? ત્યારે જોવાનું રહ્યું કે આ SDMને સજા મળે છે કે પછી એ પણ જેલમાંથી છૂટી જાય છે.

આ પણ વાંચોMaharashtra : ‘જુતા મારો આંદોલન’નું નેતૃત્વ કરવા ઉદ્ધવ-સુપ્રિયા રસ્તા પર ઉતર્યા, શિવાજી મહારાજની પ્રતિમા પર ઉગ્ર રાજકારણ

Read More

Trending Video