Aravalli: બાયડના MLA Dhavalsinh Zala એ CMને લખ્યો પત્ર, કરી આ માગ

ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વરસાદના કારણે થયેલા નુકસાનના વળતરની માંગ કરી છે. તેમણે પોતાના મત વિસ્તારમાં હજારો હેક્ટર જમીનમાં પાક નુકસાનનો દાવો કર્યો છે.

September 20, 2023

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસમાં ધોધમાર વરસાદ (heavy rain) વરસ્યો છે. જેના કારણે વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તેમજ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની (Farmers) મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે ત્યારે બાયડમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. ભારે વરસાદને પગલે લોકોના ઘર, ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી બાયડના (bayad) ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ (MLA Dhavalsinh Zala ) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ( CM Bhupendra Patel) આ અંગે પત્ર લખ્યો છે. અને નુકસાનના વળતરની માંગ કરી છે. તેમણે પોતાના મત વિસ્તારમાં હજારો હેક્ટર જમીનમાં પાક નુકસાનનો દાવો કર્યો છે.

WhatsApp Image 2023 09 20 at 10.25.50 AM
DHAVALSINH ZALA LATTER

MLA ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

MLA ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્રમાં લખ્યું છે કે,”તાજેતરમાં બાયડ તાલુકામાં પડેલ અવિરત વરસાદને કારણે ખેતીને ખૂબ જ નુકસાન થયું છે, ગત રોજ રુબરુ મુલાકાત કરી પરિસ્થિતિ જાણતા ખેડૂતોએ કરેલ મહેનત પર પાણી ફરી વળ્યું છે ત્યારે આ નુકસાનને તાત્કાલિક ધોરણે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા મારી અંગત ભલામણ સહ વિનંતી છે “

ધારાસભ્યએ કરી આ માગ

વધુમાં ધારાસભ્યએ વીડિયો જાહેર કરી કહ્યું છે કે, “ભારે વરસાદને કારણે બાયડના વિવિધ વિસ્તારો ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને ખૂબ જ નુકસાન થયું છે, કેટલાક પરિવારોના માટીના ઘરો પડી ગયા છે, ઘરવખરીને પણ નુકસાન થયું છે , અવિરત વરસાદને કારણે નગરપાલિકા વિસ્તારમાં પણ ખૂબ પાણી ભરાઈ ગયા છે, આ મામલે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે મારી બાયડ વિધાનસભામાં અધિકારીઓ દ્વારા સર્વે કરવામા આવે અને જેને જે કોઈ પણ નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવે તેવી મારી વિનંતી છે, આપ હર હંમેશ ગરબો માટે દયાભાવ રાખ્યો છે તો મારા મત વિસ્તારમાં પણ જે નુકસાન થયું છે તે તમામને વળતર આપવામા આવે તેવી મારી નમ્ર વિનંતી છે”.

બાયડમાં 15 લોકોનું કરાયું હતું રેસક્યું

ઉલ્લેખનીય છે કે બાયડમાં છેલ્લા બે ત્રણ દિવસમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને પગલે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તેમજ રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે તેમાં ફસાયેલા 15 લોકોને રેસક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.

Read More

Trending Video