શહીદ કેપ્ટન અંશુમનની પત્ની પર યૂઝર્સે કરી અભદ્ર ટિપ્પણી, રાષ્ટ્રીય મહિલા આયોગે કરી કડક કાર્યવાહીની માંગ , 3 દિવસમાં રિપોર્ટ માંગ્યો

July 9, 2024

Captain Anshuman Singh kirti chakra: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) દેવરિયા જિલ્લાના રહેવાસી કેપ્ટન અંશુમન સિંહ ( Captain Anshuman Singh) 2 જુલાઈ 2023 ના રોજ સિયાચીન આગમાં અસાધારણ બહાદુરી બતાવીને ઘણા લોકોના જીવ બચાવતા શહીદ થયા હતા. ત્યારે શહીદ કેપ્ટન અંશુમન સિંહને 3 દિવસ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) દ્વારા મરણોત્તર કીર્તિ ચક્રથી (Kirti Chakra) સન્માનિત કરવામાં આવ્યા હતા. શહીદની પત્ની સ્મૃતિ સિંહ (Smriti Singh) અને માતા મંજુ સિંહે (Manju singh) રાષ્ટ્રપતિ પાસેથી કીર્તિ ચક્ર સન્માન સ્વીકાર્યું હતું. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયા હતા. ત્યારે સોશિયલ મીડિયા યૂઝર્સે સ્મૃતિનો વીડિયો જોઈને તેના પર કમેન્ટ્સ ( comments) કરી છે.તેમાં કેટલીક સારી કોમેન્ટ્સ હતી તો કેટલીક અભદ્ર અને અપમાનજનક કમેન્ટ્સ પણ હતી. ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ કીર્તિ ચક્રથી સન્માનિત કેપ્ટન અંશુમન સિંહની પત્ની વિરુદ્ધ ‘ઓનલાઇન’ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીને ગંભીરતાથી લીધી છેઅને નવા કાયદા પ્રમાણે તુરંત કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસને જણાવ્યું છે.

શહીદ કેપ્ટન અંશુમનની પત્ની પર યૂઝર્સે કરી અભદ્ર ટિપ્પણી

રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરાયેલ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની વિરુદ્ધ ‘ઓનલાઈન’ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીને ગંભીરતાથી લીધી છે. મહિલા આયોગે સોમવારે દિલ્હી પોલીસને આરોપીઓ સામે કેસ નોંધવા ઉપરાંત કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ કેસમાં આરોપી દિલ્હીનો રહેવાસી છે.આ ઘૃણાસ્પદ ટિપ્પણી અમજદ નામના સોશિયલ મીડિયા યુઝરે કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે સોમવારે દિલ્હી પોલીસને જારી કરેલા પત્રમાં વિશેષ કાયદાકીય જોગવાઈઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમાં ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની કલમ 79 અને માહિતી અને ટેકનોલોજી (IT) એક્ટ, 2000ની કલમ 67નો સમાવેશ થાય છે.

BNSમાં ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે

ભારતીય ન્યાયિક સંહિતા (BNS) ની કલમ સ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલા કોઈપણ કૃત્યને સજા કરવાની જોગવાઈ કરે છે. જ્યારે IT એક્ટની આ કલમ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રીના પ્રકાશન અથવા પ્રસાર માટે સજા સાથે કામ કરે છે.

રાષ્ટ્રીય મહિલા આયોગે પોતાના પત્રમાં આ કાયદાઓ હેઠળ અપાતી સજાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આ ગુનાઓ માટે પ્રથમ વખત અપરાધીઓ માટે ત્રણ વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે.

3 દિવસમાં રિપોર્ટ માંગ્યો

એનસીડબ્લ્યુએ દિલ્હી પોલીસને આ વ્યક્તિ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર નોંધવા અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા જણાવ્યું છે. પંચે આ મામલે પોલીસ દ્વારા નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસની પણ માંગ કરી છે. આ ઉપરાંત કાર્યવાહીનો અહેવાલ ત્રણ દિવસમાં દાખલ કરવા પણ કહેવામાં આવ્યું છે.

અભદ્ર ટપ્પણી બાદ લોકોએ તેના સોશિયલ મીડિયા હેન્ડલને સર્ચ કર્યું

કીર્તિ ચક્રથી સન્માનિત શહીદ અંશુમનની પત્ની પર અભદ્ર ટિપ્પણી કર્યા પછી,અમજદનું ટ્વિટ બધે વાયરલ થયું.જે બાદ યુઝર્સ અમજદના સોશિયલ મીડિયા હેન્ડલને સર્ચ કરી રહ્યા છે અને તેની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલ પ્રોફાઇલમાં અમજદે જણાવ્યું છે કે તેનો વ્યવસાય મેડિકલ લાઇન સાથે સંબંધિત છે અને તેણે લખ્યું છે કે તે માનવતાની સેવા કરવા માટે તૈયાર છે.જો કે,શિક્ષિત હોવા છતાં યુઝર અહેમદ ભારતીય શહીદની પત્ની સ્મૃતિ પર એવી અભદ્ર ટિપ્પણી કરી કે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે.

કેપ્ટન અંશુમન કેવી રીતે થયા હા શહીદ ?

કીર્તિ ચક્ર વિજેતા કેપ્ટન અંશુમાન સિંહ પંજાબ રેજિમેન્ટની 26મી બટાલિયનના આર્મી મેડિકલ કોર્પ્સનો ભાગ હતા. ઓપરેશન મેઘદૂત દરમિયાન તેઓ સિયાચીનમાં મેડિકલ ઓફિસર તરીકે તૈનાત હતા. 19 જુલાઇ, 2023 ના રોજ સિયાચીનના ચંદન છોડવાના ક્ષેત્રમાં બનેલી ભયાનક આગ દુર્ઘટના દરમિયાન, અંશુમને ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. દરમિયાન આગ મેડિકલ ઇન્વેસ્ટિગેશન સેન્ટરમાં ફેલાઈ ગઈ હતી. આ જોઈને કેપ્ટન અંશુમન પોતાના જીવની પરવા કર્યા વગર તેમાં કૂદી પડ્યા.

આ પણ  વાંચો :  Agniveer Scheme : અગ્નિવીર યોજના બંધ થવી જોઈએ,આ યોજના યોગ્ય નથી” : શહીદ કેપ્ટન અંશુમન સિંહની માતા

Read More