Anshuman Gaekwad : પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડનું નિધન, અંતિમ દર્શન માટે ક્રિકેટરોનું આગમન

August 1, 2024

Anshuman Gaekwad : પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. અંશુમનની હાલત જોઈને કપિલ દેવે મદદ કરવાની પહેલ કરી. કપિલે અંશુમનની મદદ માટે પોતાનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારે તેમના ઘરે અંતિમ વિધિની તૈયારીઓ ચાલી રહી છે.

અંશુમન ગાયકવાડના ઘરે ક્રિકેટરો પહોંચ્યા

અંશુમન ગાયકવાડની અંતિમ વિધિમાં પાર્થિવદેહને દર્શન માટે ક્રિકેટરો પહોંચી રહ્યા છે. પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા અંશુમન ગાયકવાડના ઘરે પહોંચ્યા છે. તેના સિવાય પણ ક્રિકેટરો ત્યાં પહોંચી રહ્યા છે. જેને પગલે હાલ તેમના ઘરની બહાર સિક્યોરિટી ગાર્ડ અને બાઉન્સર્સ સુરક્ષાના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ કિર્તી મંદિર ખાતે અંતિમ દર્શનની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

Anshuman Gaekwad

અંશુમનની ક્રિકેટ કારકિર્દી એવી છે

અંશુમને 27 ડિસેમ્બર 1974ના રોજ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ટેસ્ટ મેચમાં તેનો છેલ્લો દેખાવ કોલકાતા ટેસ્ટમાં હતો જે 1984ના છેલ્લા દિવસે ઇંગ્લેન્ડ સામે શરૂ થયો હતો. ગાયકવાડે તેની 40 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં 30.07ની સરેરાશથી 1985 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 10 અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 201 રન હતો, જે તેણે પાકિસ્તાન સામે બનાવ્યો હતો. ગાયકવાડે ભારત માટે 15 ODI મેચોમાં પણ ભાગ લીધો હતો, જેમાં તેના નામે 20.69ની એવરેજથી 269 રન છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ અજાયબીઓ કરી

71 વર્ષીય અંશુમને 206 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 41.56ની એવરેજથી 12,136 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 34 સદી અને 47 અડધી સદી આવી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 225 રન હતો. આ સિવાય ગાયકવાડે 55 લિસ્ટ-એ મેચો પણ રમી હતી, જેમાં તેણે 32.67ની એવરેજથી કુલ 1601 રન બનાવ્યા હતા.

નિવૃત્તિ પછી કોચિંગમાં કારકિર્દી બનાવી

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી અંશુમને કોચિંગને તેની કારકિર્દી તરીકે લીધી. તેઓ 1997-99 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હતા. ગાયકવાડે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) માટે પણ કામ કર્યું હતું અને 2000માં આ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા. જૂન 2018 માં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગાયકવાડને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા. અંશુમન ગાયકવાડના પિતા દત્તા ગાયકવાડે પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ પણ વાંચોWayanad Landslide : વાયનાડ ભૂસ્ખલનમા મૃત્યુઆંક 150 ને પાર પહોંચ્યો, કાટમાળમાંથી મૃતદેહો બહાર આવ્યા, કેટલાયે ગામોનો થયો વિનાશ

Read More

Trending Video