Anshuman Gaekwad : ભારતના પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડનું 31 જુલાઈના રોજ અવસાન થયું હતું. જે બાદ તેમને 1 ઓગસ્ટના શાસ્ત્રોક્ત વિધિ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભારતના આ જાણીતા પૂર્વ ક્રિકેટ ખેલાડીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ક્રિકેટ જગતના દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે તેમની પ્રાર્થના સભા કીર્તિ મંદિર ખાતે રાખવામાં આવી હતી.



