સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના, વિધર્મી રિક્ષા ચાલકે 14 વર્ષની સગીરા પર અનેક વખત આચર્યું દુષ્કર્મ, સગીરા ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો

October 10, 2024

Surat Rape Case :  ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ (rape incident) અટકવાની નામ નથી લઈ રહી. હમણા થોડા દિવસથી રોજ એક દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે જેના કારણે મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. નવરાત્રીના આ પાવન પર્વમાં જ્યાં નારી શક્તિની પૂજા કરવામાં આવે છે ત્યાં મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. ત્યારે સુરતના માંગરોળ તાલુકામાં બનેલી ગેંગરેપની ઘટનાના ગણતરીની કલાકોમાં જ સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના

સુરતમાં ફરી એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં માંડવી તાલુકાના એક ગામની 14 વર્ષની યુવતીને વિધર્મીઓએ ગર્ભવતી બનાવી હતી આ મામલે ફરિયાદ નોંધ્યા બાદ માંડવીપોલીસે અરબાઝ સિરાજ પઠાણ નામના વ્યક્તિ સામે પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ અંતગર્ત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સુરતના માંડવી તાલુકાના એક ગામની 14 વર્ષની પુત્રીને પેટમાં દુ:ખાવો થતો હતો. જ્યાં તબીબોએ જણાવ્યું કે તમારી પુત્રી ગર્ભવતી છે. જ્યાં સગીરાને થોડીક ક્ષણોમાં કસુવાવડ થઈ ગઈ હતી.જો કે, આ સાંભળીને પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો.

ઓટો ચાલક સગીર છોકરીને દરરોજ શાળાએ મુકવા જતો હતો

જાણકારી મુજબ સિરાજ પઠાણ નામના યુવકે 14 વર્ષની છોકરીને બેસાડી ઓટોરિક્ષામાં એકાંત સ્થળે લઈ ગયો.જે બાદ તેણી પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. સગીરે જણાવ્યું કે સિરાજે ઘણી વખત આવા કૃત્યો કર્યા છે. સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે ઓટો ચાલક સગીર છોકરીને દરરોજ શાળાએ મુકતો હતો પરંતુ તેની સંમતિ વિના ઘણા દિવસો સુધી સગીરનું યૌન શોષણ કરતો હોવાનું બહાર આવ્યું છે તેણીને કોઈને આ અંગે જાણ ન કરવા માટે પણ ધમકાવતો હતો. જેથી સગીર બાળકી ખૂબ જ ડરી ગઈ હતી પરંતુ એક દિવસ પહેલા પેટમાં અસહ્ય દુખાવાને કારણે તેના પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા અને ખબર પડી કે બાળકી ગર્ભવતી છે. માંડવી પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ ફરાર અરબાઝ સિરાજ પઠાણને શોધવામાં લાગી ગઈ હતી. જે બાદ પીડિતા સગીર હોવાથી પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના શેહરમાં જ દીકરીઓ નથી સુરક્ષિત

ગુજરાતમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા આપવામાં એક દમ નિષ્ફળ ગઈ છે. થોડા દિવસોમાં એક બાદ એક જે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તે ખુબ જ ચિંતાજનક છે. મોટા ભાગના કિસ્સાઓમાં સગીરાઓ હેવાનિયતનો શિકાર બને છે. નરાધમોને કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. ગૃહમંત્રીના શહેરમાં જ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે નાના શહેરોમાં શું પરિસ્થિતિ હશે ? દુષ્કર્મી દાનવો સામે હવે દાખલારુપ સજા જરુરી છે.

આ પણ વાંચો :  Surat Gang Rape Case : માંગરોળ ગેંગરેપ કેસના આરોપીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

Read More

Trending Video