gang rape incident in surat : હાલ નવરાત્રીનો (Gujarat) પર્વ ચાલી રહ્યો છે આ નવરાત્રીમાં ઠેર-ઠેર મા આદ્યશકિતની આરાધના થઇ રહી છે.તેવામાં મા આદ્યશક્તિના પર્વમાં જ્યાં દીકરીઓ પૂજવામા આવે છે ત્યારે આ પાવન પર્વમાં દીકરીઓ પર અત્યારની ઘટનાઓ પણ સામે આવી રહી છે હજુ તો વડોદરામા સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટનાના આરોપીઓને સજા પણ મળી નથી ત્યાં તો ગુજરાતમાં વધુ એક આ જ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં વડોદરા જેવી જ પેટર્નથી સુરતની સગીરાને નરાધમોએ શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે. સુરતમાં મિત્ર સાથે જઈ રહેલી સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરવામા આવ્યું હોવાનુ્ જાણવા મળી રહ્યુ છે.
વડોદરા બાદ સુરતમાં પણ ગેંગરેપની ઘટના
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે નજીક સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. સગીરા તેના મિત્રા સાથે જઇ રહી હતી ત્યારે તેની સાથે જઈ રહી હતી આ દરમિયાન અવાવરું જગ્યાએ ત્રણ જેટલા નરાધમો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર માર્યો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
આ મામલે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ત્રણ પૈકી એક ઈસમે દુષ્કર્મ આચર્યું છે તેમજ અન્ય બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે કે નહિ એ તપાસનો વિષય છે. આ સમગ્ર ઘટના અંગે જાણ થતા કોસંબા સહિત જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. અને સગીરાનું નિવેદન નોંધ્યું હતું. ત્યારે ઘટવના બાદ સુરત જિલ્લા રેન્જ IG,સુરત જિલ્લા પોલીસ વડા ,LCB,SOG અને કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી છે અને હાલ પોલીસ દ્વારા dog સ્કોડની મદદ લેવાઇ છે. આ સાથેપીડિતાના પરિવારના નિવેદનો લેવાના શરૂ કર્યું છે.
સરકાર દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ !
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જે પ્રકારે એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, રાજ્યમાં દીકરીઓ સુરક્ષિત નથી, ગુજરાત સરકાર મહિલા સુરક્ષાની વાતો કરે છે પરંતુ સામે આવતી આ ઘટનાઓ આ દાવોઓને ખોટા સાબિત કરે છે. ત્યારે હવે દીકરીઓ બહાર એકલા જતા પણ ડરી રહી છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ ક્યારે અટકશે ? શું આ નરાધમોને કાયદાનો કોઈ જ ડર નથી ? ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતા રાજ્ય સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે આ સરકાર દીકરીઓને સુરક્ષા આપવામા નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.ગૃહ રાજ્યમંત્રીના જિલ્લામાં સગીરા પીંખાઈ છે હજુ તો ગઈ કાલે રાજકોટમાં હર્ષ સંઘવીએ વડોદરાની ઘટનાના આરોપીઓને પકડવા બદલ પોલીસની સરાહના કરી હતી અને આરોપીઓ ફાંસીથી ઓછી સજા ના થાય તેવા પ્રયાસ કરવાની વાત કરી હતી ત્યારે વડોદરાની જેમ આ આરોપીઓને પણ ઝડપી પાડી દાખલારુપ સજા કરવામા આવે છે કે, નહીં તે જોવું રહ્યું..
આ પણ વાંચો : હરિયાણામાં કોંગ્રેસની હાર પર આચાર્ય પ્રમોદ કૃષ્ણમના આકરા પ્રહારો, કહ્યું-‘ તમે તો ખરેખર મોટા “પનૌતી” નીકળ્યા’