Banaskantha: નવા વર્ષની શરૂઆત સાથે રાજ્ય સરકારે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ જાહેરાત બાદ બાદ ત્રણ તાલુકામાં વિરોધનો સુર ઉઠ્યો હતો.જેમા દિયોદર, ધાનેરા અને કાંકરેજના લોકોએ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે નવા જિલ્લામાં સમાવેશ કરાયેલા કાંકરેજ અને ધાનેરાના લોકોએ બનાસકાંઠામાં જ રહેવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.તેમજ કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે, દિયોદર વડુંમથક હોવું જોઈએ. ત્યારે આ વિરોધ એટલા દિવસો બાદ હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદમાં ભુવાજીની પણ એન્ટ્રી થઈ છે. દિયોદરમાં ભુવા ધુણિયા બાદ ધાનેરામાં પણ ભુવાજી ધુણિયા છે અને તેમને કહ્યું છે કે, ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં રહેશે.
ધાનેરા અંગે ભુવાએ કરી ભવિષ્યવાણી
છેલ્લા 14 દિવસથી ધાનેરામાં જિલ્લાના વિભાજનને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ વિરોધમાં હવે ભુવાએ ધુણીને મોટી ભવિષ્યવાણી કરી છે. ધાનેરામાં ભુવાએ વેણ આપ્યું છે કે, ધાનેરા તો બનાસકાંઠામાં જ રહેશે.
ધાનેરામાં શું થશે નવા-જૂની?
મહત્વનું છે કે, આજના આધુનિક યુગમાં પણ બનાસકાંઠામાં ચૂંટણી હોય કે કોઈ પણ નાની મોટી ઘટના હોય લોકો ભુવા પાસે દાણા જોવડાવવા જતા હોય છે અને ભુવો આગામી સમયમાં શું થશે તને લઈને આગાહી કરે છે ત્યારે હવે આ ભુવાની ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે તે જોવું રહેશે…
આ પણ વાંચો : Amreli: ધારાસભ્ય કૌશિક વેકરીયાને બંગડી પહેરાવવા જાય તે પહેલા જ સામાજિક કાર્યકર અરવિંદ રાણપરીયાને પોલીસે અટકાવ્યા