Ankleshwar : અટકાયત થતા ચૈતર વસાવાએ કહ્યું – ‘પોલીસ ભાજપની એજન્ટ બનીને કામ કરી રહી છે’

December 17, 2024

Ankleshwar : ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) વિરુદ્ધ અંકલેશ્વર (Ankleshwar) જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા.આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી. ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે.જેથી ધારાસભ્ય ચૈતર વસાવા આજે રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા આ દરમિયાન ચૈતર વસાવાને હાલ પોલીસે નવાગામ(દેડી) અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત

જાણકારી મુજબ અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIR ને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ તેમને રોકવામાં આવ્યા છે. ત્યારે આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતુ કે, અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 FIR કરેલ છે. બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યકિતના પરિવારોને વળતર અપાવ્યુ એ ગુનો કર્યો છે ? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીયે . આ સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે, મારા ઘરે રાત્રેથી પોલીસ મુકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા ને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે.

ચૈતર વસાવાએ લગાવ્યા આરોપ

ચૈતર વસાવાએ જણાવ્યું કે, જે રીતે ભાજપ વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહી છે. આજે તમામ સમસ્યાઓ સાઈડ પર રહી ગઈ છે અને પોલીસ વિભાગ થકી લોકો પર રાજ થઈ રહ્યું છે. તેના કારણે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરમાં છે. લોકોએ જાતે જ ઘરમાંથી બહાર આવવું પડશે ત્યારે જ આ સરકારને ભાન આવશે . પોલીસની એવી તો શું મજબુરી હતી કે, પોતે અરજદાર બનવું પડ્યું ? અમે ચૂંટણી લડી ત્યારે પણ આખુ જિલ્લાનું વહીવટીતત્ર અમારી સામે હતું. આ લોકસાહીમાં સરકારો બદલાતી રહેશે જ્યારે રાજા રજવાળાનું રાજ જતુ રહ્યું છે. ત્યારે ભાજપનું રાજ પણ જતુ રહેશે એટલે પોલીસ ભાડપના એડજન્ટ બનવાનું બંધ કરે. આઝાદી વખતે આપણા સ્વાતંત્રસેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી ત્યારે પણ આવી એફઆઈ આર નહોતી થઈ અને શાંતિપૂર્ણ રીતે પદયાત્રા કરી તો પણ અમારી પર ફરિયાદ થઈ છે.

આ પણ વાંચો : One Nation One Election Bill: આજે લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરવામાં આવશે, જાણો મોદી સરકારની કેવી છે તૈયારીઓ ?

Read More

Trending Video