Anil Ambani : માર્કેટ રેગ્યુલેટર સેબીએ દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અન્ય 24 લોકો સામે કડક પગલાં લીધા છે. અને 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. સિક્યોરિટી માર્કેટમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સેબીએ અનિલ અંબાણીને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો રિલાયન્સ હોમ ફાઈનાન્સમાંથી નાણા ડાયવર્ઝન સાથે સંબંધિત છે.
અનિલ અંબાણી સામે કડક કાર્યવાહી
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ શુક્રવારે સેબીએ અનિલ અંબાણી અને અન્ય 24 લોકો સામે કડક કાર્યવાહી કરી છે. સેબીએ અનિલ અંબાણીને માર્કેટમાં નોંધાયેલી કોઈપણ લિસ્ટેડ કંપની કે કંપનીના ડિરેક્ટર કે અન્ય મેનેજર જેવા મહત્વના હોદ્દા પર પણ રોક લગાવી છે. સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર પણ કડક કાર્યવાહી કરી છે. સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સને સિક્યોરિટી માર્કેટમાંથી 6 મહિના માટે પ્રતિબંધિત કર્યો છે. આ સાથે 6 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.