Amreli: અમરેલી પાલિકાના સફાઈ કર્મીઓ તંત્ર સામે બળવો કરવાના મૂડમાં છે. આ મામલે અમરેલી નગરપાલિકાના સદસ્યો પોલીસ મથકે પહોચ્યા છે. અમરેલી નગરપાલિકા સામે સફાઇ કામદારો આંદોલન ચલાવી રહ્યા છે. અમરેલી નગરપાલિકાના સફાઈ કર્મીઓને બહારના લેભાગુ તત્વો ચડામણી કરી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સફાઈ કામદારોની માંગને લઈને ઘણા લાંબા સમયથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. આ પહેલા પણ સફાઈ કામદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આ મામલે અમરેલી નગરપાલિકા પ્રમુખ અને સદસ્યો પોલીસ સ્ટેશનમા રજૂઆત કરવા પહોચ્યા હતા. અમરેલીમાં આંદોલન કરતા સફાઈ કર્મીઓ સફાઈ કામગીરીમાં અવરોધ ઊભો કરી રહ્યા છે. નગરપાલિકા પ્રમુખ સહિતના સદસ્યોએ આંદોલન કરતા સફાઈ કર્મીઓની પોલીસ સ્ટેશનમા રજૂઆત કરી હતી. અમરેલી પાલિકાનાં સફાઈ કામદારોએ કોન્ટ્રાકટ પધ્ધતિથી સફાઈની કામગીરી બંધ કરવા સહિતની માંગને લઈને પાલિકા કચેરી સામે ગયા મહિને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.