Andhra Pradesh: ગર્લ્સ હૉસ્ટેલના વોશરૂમમાંથી મળ્યા સીક્રેટ કેમેરા, લીક થયા 300થી વધુ વીડિયો, વિદ્યાર્થીઓએ કર્યો હંગામો

August 30, 2024

Andhra Pradesh College Scandal: પશ્ચિમ બંગાળના (West Bengal) કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ (RG Kar Medical College) અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે બનેલી જધન્ય ઘટનાએ સમગ્ર દેશને શરમમાં મૂકી દીધો છે ત્યારે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ બધાની વચ્ચે વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) ગર્લ્સ હોસ્ટેલના (girls hostel) વોશરૂમમાં છુપો કેમેરો (Secret camera) મળી આવતા વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો હતો.વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે ગઈકાલે રાત્રે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં સીક્રેટ કેમેરા મળી આવતા ખળભળાટ

વિદ્યાર્થીઓની ગોપનીયતા સાથે જોડાયેલો આ તાજેતરનો મુદ્દો આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીંની એસઆર ગુડલાવલેરુ એન્જિનિયરિંગ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છુપાયેલો કેમેરો રાખવામાં આવ્યો હતો, તેની શોધથી અહીંના વિદ્યાર્થીઓમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ વિજય તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી આ કોલેજનો વિદ્યાર્થી હતો. પોલીસે તેની પાસેથી લેપટોપ પણ કબજે કર્યું છે. લેપટોપની તપાસ કરતાં પોલીસને 300 અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે આરોપી વિજયે આ 300 અશ્લીલ વીડિયો કોલેજના અન્ય વિદ્યાર્થીઓને વેચ્યા છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

કેવી રીતે સામે આવ્યો સમગ્ર મામલો ?

તમને જણાવી દઈએ કે હોસ્ટેલના વોશરૂમમાં છુપાયેલા કેમેરાની માહિતી એક વિદ્યાર્થીએ કોલેજ પ્રશાસનને આપી હતી. જ્યારે તે વોશરૂમમાં ગઈ તો તેને કંઈક અજુગતું લાગ્યું, જે દરમિયાન તેણે જોયું કે વીડિયો કેપ્ચર કરવા માટે અહીં એક કેમેરા લગાવવામાં આવ્યો છે. આ ઘટસ્ફોટ પછી, છુપાયેલા કેમેરાને લઈને કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતાને લઈને ચિંતા વધી ગઈ છે.

વિદ્યાર્થીઓએ કરી ન્યાયની માંગ

વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ કરી છે. વિદ્યાર્થીઓએ ગોપનીયતાના ઉલ્લંઘન અને ત્યારબાદ વીડિયોના પ્રસાર માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓને આપી ખાતરી

કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપી છે કે તેઓ સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા સત્તાવાળાઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. તેમણે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે વધારાના સુરક્ષા પગલાં અમલમાં મૂકવાનું પણ વચન આપ્યું હતું.

આ પણ વાંચો : PM Modi in FinTech Fest: ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં PM Modi એ કહ્યું-‘તેઓ મારા જેવા ચાવાળાને આ પૂછતા હતા ફિનટેક ક્રાંતિ કેવી રીતે આવશે?

Read More

Trending Video