Andhra Pradesh Pradesh Girls Hostel Spy Camera: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) કૃષ્ણા જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના ( Girls Hostel) વોશરૂમમાં છુપાયેલા કેમેરા મળી આવ્યા હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થી વિજય કુમારની ધરપકડ કરવાા આવી છે તેની પર આરોપ છે કે, ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી 300થી વધુ તસવીરો અને વીડિયો લીક થયા હતા અને કેટલાક સ્ટુડન્ટે આ વીડિયો વિજય પાસેથી ખરીદ્યા હતા. જેથી તેનું લેપટોપ જપ્ત કરવામાં આવ્યું હતુ અને આ મામલે પોલીસે તપાસ હાથ દરી હતી. ત્યારે હવે પોલીસનું કહેવું છે કે કોઈ કેમેરા મળ્યો નથી. યુવતીઓ સતત વિરોધ કરી રહી છે. તેમણે ખાણકામ મંત્રી કે. રવીન્દ્રને પણ ફરિયાદ કરી હતી કે મેનેજમેન્ટ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ગર્લ્સ હોસ્ટેલના વોશરુમમાંથી છુપો કેમેરો મળવા મામલે તપાસ તેજ
પ્રાપ્ત વિગતો મુજબ ગત વિદ્યાર્થિનીઓને ગુરુવારે સાંજે છુપાયેલા કેમેરાની માહિતી મળી હતી. આ પછી ભારે હોબાળો મચ્યો હતો. આ બાબતે વિદ્યાર્થિનીઓ વિરોધ કરવા લાગી હતી. વિદ્યાર્થિનીઓએ આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યાપે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એસઆર ગુડલાવલેરુ એન્જિનિયરિંગ કોલેજની વિદ્યાર્થીનીઓના વોશરૂમમાં છુપાયેલા કેમેરા મળી આવ્યા હોવાના આરોપોની તપાસનો આદેશ આપ્યો હતો.મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને વિનંતી કરી કે જો તેમની પાસે આ ઘટના અંગે કોઈ પુરાવા હોય તો તેઓ તેમની સાથે શેર કરે. આ ઘટનાને લઈને ગુરુવારે મધરાતથી સેંકડો વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ
સીએમ નાયડુનો આદેશ મળતાની સાથે જ રાજ્ય મંત્રી કે. રવિન્દ્ર શુક્રવારે કૃષ્ણા જિલ્લાના કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાથે કૉલેજ પહોંચ્યા હતા. સ્ટુડન્ટ્સે રવિન્દ્રને કહ્યું કે, ‘વૉશરૂમમાં ઈન્ટેલિજન્સ કેમેરા મળવાના મુદ્દાને મેનેજમેન્ટે દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાવનાર વિદ્યાર્થીનીઓને ધમકાવવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.
તપાસ માટે વિશેષ ટીમની રચના કરાઈ
ક્રિષ્ના જિલ્લાના પોલીસ અધિક્ષક ગંગાધર રાવે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છુપાયેલ કેમેરા મળવાના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, “આરોપોની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. વિશેષ તપાસ અધિકારી તરીકે એક નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે અને પાંચ સભ્યોની ટીમ આ કેસની તકનીકી તપાસ પણ કરી રહી છે. પોલીસે વિદ્યાર્થીઓની હાજરી સુનિશ્ચિત કરી છે અને કૉલેજ સ્ટાફ.” શંકાસ્પદ લેપટોપ, મોબાઈલ ફોન તેમજ અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ કથિત વીડિયો ફરતો થયો છે કે કેમ.