Anant Ambani : ‘લાલબાગ ચા રાજા’ની સૌથી વધુ રાહ જોવાતી પહેલી ઝલક ગઈકાલે સાંજે જોવા મળી હતી. આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને મુગટ દાનમાં આપ્યો હતો. આ મુગટની ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે તેને બનાવવામાં 20 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોનાના મુગટની કિંમત 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ગુરુવારે ‘લાલબાગ ચા રાજા’ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ‘લાલબાગ ચા રાજા’ પર 20 કિલો સોનાનો મુગટ પહેરવામાં આવ્યો હતો. આ તાજ અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દાનમાં આપવામાં આવ્યો હતો. અનંત અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર છેલ્લા ઘણા સમયથી ‘લાલબાગ ચા રાજા’ મંડળ સાથે સંકળાયેલો છે અને તેઓ લાલબાગ ચા રાજાની વિસર્જન યાત્રામાં પણ ભાગ લે છે.
‘અંબાણી પરિવારની ભક્તિ જોઈને ગર્વ અનુભવું છું’
‘લાલબાગ ચા રાજા’ મંડળના પ્રમુખ બાલાસાહેબ કાંબલેએ જણાવ્યું હતું કે ગઈકાલે અંબાણી પરિવાર દ્વારા દાન તરીકે 20 કિલોનો સોનાનો મુગટ લાવવામાં આવ્યો છે. પ્રથમ ઝલક બાદ રાજાને આ તાજ આપવામાં આવ્યો હતો. અંબાણી પરિવાર લાંબા સમયથી મંડળ સાથે સંકળાયેલો છે અને અમે ગણપતિ બાપ્પા પ્રત્યેની તેમની ભક્તિ જોઈને ગર્વ અનુભવીએ છીએ. તેઓ વારંવાર આ ઉત્સવમાં ભાગ લે છે.
આ પણ વાંચો : Rajkot Roads : રાજકોટમાં સ્થાનિકોનો અનોખો વિરોધ, વગડ ચોકડી પર ખાડામાં ખાડા ભરો સદસ્યતા અભિયાન શરુ કર્યું