Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) આવતા જ પક્ષ પલટાની જાણે મોસમ ચાલી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસમાં ઘણા દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ (Congress)નો સાથ છોડી ભાજપનો હાથ પકડ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને નેતા નિરંજન પટેલ (Niranjan Patel) અત્યારે ભાજપ (BJP)માં જોડાઈ ગયા છે. આનંદ પેટલાદની વિધાનસભા બેઠક પર 6 વખત કોંગ્રેસમાંથી જીત મેળવનાર નિરંજન પટેલની છેલ્લા કેટલાક સમયથી અવગણના થઇ રહી છે અને તેને કારણે જ છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવી નહોતી. જેના કારણે તેમને પક્ષમાંથી રાજીનામુ આપી દીધું હતું.
આજે આણંદના બોચાસણ ખાતે ભાજપનો એક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં નિરંજન પટેલ અને કોંગ્રેસના અન્ય કાર્યકરોના કેસરીયાનો કાર્યક્રમ પણ યોજાયો. આ કાર્યક્રમમાં ઘણા કોંગ્રેસી કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા. તેમની સાથે તાલુકા પંચાયતના સભ્યો, પાલિકાના કાઉન્સિલરો, કોંગ્રેસના કાર્યકરો તેઓની સાથે ભાજપમાં જોડાઇને કેસરિયો ધારણ કર્યો છે. પેટલાદ ધારાસભ્ય નિરંજન પટેલ વર્ષોથી કોંગ્રેસમાં રહીને પક્ષને મજબૂત કર્યો હતો. પરંતુ કોગ્રેસના કેટલાંક નેતાઓ દ્વારા તેમની ધરાર અવગણના કરાતી હતી. ગત ટર્મમાં તેમને ટિકિટ ના મળે તે માટે સ્થાનિક નેતાઓ દ્વારા રમત રમાઇ હતી જેથી તેઓએ રાજીનામું આપ્યું હતું.