KUTCH:કચ્છમાંથી (Kutch)મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છના દૂધઈ (dudhai)પાસે સવારે 7.03 મિનિટે ભુકંપનો (earthquake)આંચકો અનુભવાયો હતો. જાણકારી મુજબ પૂર્વ કચ્છ વિસ્તારમાં 3ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમા ફફડાટ ફેલાયો છે. આભુકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 15 કીમી દૂર નેર નજીક નોંધાયું હતું.
કચ્છમાં કેમ આવે છે અવાર નવાર ભૂકંપ
મહત્વનું છે કે, કે કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.જેનું કારણ ત્યાં રહેલી ફોલ્ટ લાઇન છે. કચ્છમાં 6 ફોલ્ટલાઇન એક્ટિવ છે જેથી તેમાં આવતા ફેરફારથી અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.
આ પણ વાંચો : Kutch: કોન્સ્ટેબલ નીતા ચૌધરીની તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો વિગતો