Amreli : ગ્રામ્ય વિસ્તારોમા પવન સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં તરબતર થયા

June 10, 2024

Amreli : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) પ્રમાણે આજે અમરેલી (Amreli) જિલ્લામાં ફરી વરસાદે ધબધબાટી બોલાવી હતી. આજે અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો આકરી ગરમી વચ્ચે ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તેમજ વરસાદના પગલે જગતના તાતમાં ખુશી જોવા મળી રહી છે.

Amreli : Rain in rural areas

અમરેલીના (Amreli) સાવરકુંડલામાં ધોધમાર વરસાદ

સાવરકુંડલાના વિજપડીમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાના વીજપડી, ખડસલી, છાપરી સહીત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ધોધમાર વરસાદથી વિજપડી ગામમાં પાણી પાણી થયુ હતુ. વીજપડીના માર્ગો પાણીમાં તરબતર થયા છે. એકાદ ઇંચ જેવો વરસાદ વરસતા વીજપડીના માર્ગો પર પાણી ભરાયાં છે. વિજપડી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણીમાં તરબતર થયા છે. સાવરકુંડલાના ગામડાઓમાં મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ વરસતા જગતનો તાત ખુશ ખુશાલ છે.

Amreli : Rain in rural areas

સાવરકુંડલાના ગીણીયા, બગોયા અને ઠવી ગામે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. બગોયા ગામની બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઠવી ગામે પ્રથમ વરસાદે ગામની શેરીઓ વહેતી થઈ હતી.

Amreli : Rain in rural areas

સાવરકુંડલા બાદ રાજુલાના ગામડાઓમાં ભારે વરસાદ

સાવરકુંડલા બાદ રાજુલાના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. રાજુલાના મોટા આગરીયા ગામે પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજુલાના મોટી ખેરારી, ભાક્ષી સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વિજપડી, ઘાંડલા, છાપરી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણીમાં તરબતર થયા છે. રાજુલાના નવી-જુની માંડરડી, મોટા આગરીયા, વાવેરા, ડુંગર, છતડીયા, હિંડોરણા સહિતના ગામોમા પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Amreli : Rain in rural areas

રાજુલા બાદ ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ શરૂ

સાવરકુંડલા અને રાજુલા બાદ ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ શરૂ થયો હતો. ખાંભાના ડેડાણ, હનુમાનપુર, માલકનેશ, રાણીગપરા, સહિત ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખાંભાના દલડી, વાંગધ્રા, નિંગાળા, જામકા, ડેડાણ સહિત ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આમગીરના ગામડાઓમાં મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Amreli : Rain in rural areas

અમરેલીના જાફરાબાદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

અમરેલીના જાફરાબાદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના મિતિયાળા, બાબરકોટ, લોઠપૂર, નાગેશ્રી પંથકમાં વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જાફરાબાદ પંથકમાં પ્રથમ વાર વરસાદથી સાગર ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Surendranagar : ફાયર સેફટીના સાધનો પર સવાલ ન ઉઠે તે માટે રીન્યુના માત્ર સ્ટીકર લગાવી દેવાયા, દર્દીઓની સુરક્ષા અંગે ઉઠ્યા સવાલો

Read More

Trending Video