Amreli : છેલ્લા 12 દિવસથી ધરણા પર બેઠેલા સફાઈ કામદારોની ધીરજ ખૂટી, નગરપાલિકા કચેરીને માર્યા તાળા

August 3, 2024

Amreli :અમરેલીમાં (Amreli)સફાઈ કામદારોએ (cleaners) નગરપાલિકા (Municipality) સામે મોરચો માંડ્યો છે. છેલ્લા બાર દિવસથી પાલિકાના સફાઈ કર્મીઓ ધરણા પ્રદર્શન (strike)કરી રહ્યા છે. અને અમરેલી નગરપાલિકામાં (Amreli Municipality) કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવા માટે માંગ કરી રહ્યા છે પરંતુ સત્તાધીશોએ આંખ આડા કાન કરી દેતા હવે સફાઈ કામદારો આક્રમક બન્યા છે.

સફાઈ કામદારો આક્રમક બન્યા

પ્રાપ્ત જાણકારી મુજબ અમરેલી નગરપાલિકા દ્વારા મોટાભાગના વિસ્તારમા સફાઇ કોન્ટ્રાકટ પધ્ધતિથી કરાવવામા આવે છે તેમજ ડોર ટુ ડોર કચરાનુ કલેકશન અને સ્પોટ પરથી કચરો ઉપાડવાનો પણ કોન્ટ્રાકટ અપાયેલો છે. ત્યારે અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાય દિવસોથી કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવાની માંગણી મુદ્દે વિરોધ કરી રહ્યા છે. સફાઈ કામદારોના આંદોલનને કારણે છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ પણ અટકી ગઈ છે. આ મામલે બે દિવસ પહેલા પોલીસની હાજરીમાં સફાઇ કામદારો અને પાલિકા સતાધીશોની બેઠક મળી હતી તે પણ નિષ્ફળ ગઈ હતી. ત્યારે સત્તાધીશો તેમની માંગ ન સ્વીકારતા હવે સફાઈ કામદારો આક્રમક બન્યા છે. 24 કલાકના અલ્ટીમેટ બાદ પણ તેમની માંગ ન સ્વીકારાતા સફાઈ કામદારોએ અમરેલી નગરપાલિકાને કરી તાળાબંધી કરી હતી.

સફાઈ કામદારોએ નગરપાલિકાને તાળાબંધી કરી

બાદ દિવસ સુદી વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ સફાઈ કામદારોની માંગ ન સ્વીકારાતા સફાઈ કર્મી મહિલાઓ રણચંડી બનીને પાલિકાનો ઘેરાવ કર્યો હતો. સફાઈ કર્મીઓએ પાલીકા હાય હાયના નારા લગાવ્યા અને  નગરપાલિકા કચેરીને તાળા માર્યા હતા. આ સાથે જો સાંજ સુધી નિર્ણય નહીં લેવામાં આવે તો સફાઈ કામદારોએ રસ્તા રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે આટ આટલા વિરોધ પ્રદર્શન બાદ સત્તાધીશો સફાઈ કામદારોની માંગ સ્વીકારે છે કે પછી ફરી આંખ આડા કાન કરી દે છે તે તો જોવું રહ્યં…

આ પણ વાંચો : Chandipura virus : સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાઇરસથી મૃત્યુઆંક વધતા તંત્રમાં દોડધામ

Read More

Trending Video