Amreli Rain: અમરેલીના ખાંભા અને ધારી પંથકમાં ઘોઘમાર વરસાદ, ધારીનો ખોડીયાર ડેમ બીજીવાર છલકાયો, 40 ગામો એલર્ટ

August 23, 2024

Amreli Rain: રાજ્યમાં ફરી એક વખત વરસાદનો (Rain) નવો રાઉન્ડ શરુ થયો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે હવામાન વિભાગ (meteorological department) દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી (Amreli) જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી.

અમરેલીના ખાંભા અને ધારી પંથકમાં ઘોઘમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામા સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી ધારી ગીર પંથકમાં, અને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમા વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના ખાંભા બાદ ઘારી પંથકમાં ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.

Amreli Rain

ધારી ગીર પંથકમાં મેઘરાજા મહેરબાન

અમરેલીના ધારી શહેર સાથે ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર પંથકમાં સવારથી વરસાદી વાતાવરણ જામ્યું હતું. ધોધમાર વરસાદથી ધારી શહેર પાણી પાણી થયું હતું. ધારીના ગીગાસણ, કૂબડા, શિવડ, બોરડી, દલખાણીયા ગામોમાં વરસાદ વરસ્યો હતો.આજે વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થતા નદી નાળા છલકાયા હતા.ત્યારે સારા વરસાદને કારણે ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સારા વરસાદ પડવાથી ખેતીના પાકને ફાયદો થશે.

ધારીનો ખોડીયાર ડેમ બીજીવાર છલકાયો

ધારી ગીર પંથકમાં ભારે વરસાદથી ધારીનો ખોડીયાર ડેમ બીજીવાર છલકાયો હતો. ધારી ખોડીયાર ડેમ છલકાતા ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. આ સાથે શેત્રુજી નદી પણ બે કાંઠે વહેતી થઈ હતી. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા 40 જેટલા ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે.

Amreli Rain

ખાંભા ગીરના ગ્રામ્યના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ

અમરેલીના ખાંભા ગીર પંથકમા વેહલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.ખાંભા ગીરના ગ્રામ્યના ગામડાઓમાં ગાજવીજ સાથે વેહલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભાના બોરાળા, બાબરપરા, ધુંધવાણા, ચકરાવા, પચપચિયા, કંટાળા, ભાણીયા, ધાવડીયા, ગીદરડી, રેબડીનેસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબકયો હતો. ખાંભા ગીર અને ગામડાઓમાં અવિરત ત્રણ દિવસથી અંનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાંભા ગીરના ગામડાઓમાં સારા વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા હતા.

આ પણ વાંચો : Neeraj Chopra Diamond League : ઈજાગ્રસ્ત હોવા છતાં નીરજ ચોપરાનું સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન,ફાઇનલમાં 89.49 મીટરના થ્રો સાથે બીજું સ્થાન હાંસલ કર્યું

Read More

Trending Video