Amreli:અમરેલીમાં (Amreli) ભાજપ (BJP)નેતા કૌશિક વેકરીયા (Kaushik Vekaria) વિરુદ્ધ લેટર કાંડને મામલે હાલ રાજનીતિ ગરમાઈ છે.આ લેટર કાંડની પીડિત પાયલ ગોટીને (Payal Gotti) ન્યાય અપાવવા માટે કોંગ્રેસે જાણે કે બીડું ઝડપ્યું છે.ગઇ કાલથી પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર,પ્રતાપ દુધાત સહિતના કૉંગ્રેસ નેતાઓ નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત ઉપવાસ પર બેઠા હતા.આ નેતાઓની સાથે 30 જેટલા કાર્યકર્તાઓ પણ રાત્રે કડકડતી ઠંડીમાં રાત્રિના ઉપવાસ આંદોલનમાં સહભાગી બન્યા હતા. આ ઉપવાસ પૂર્ણ કર્યા બાદ પરેશ ધાનાણી આગળની રણનીતિ જાહેર કરી હતી. પરેશ ધાનાણીએ જાહેર કર્યુ છે કે, તેઓ વધુ 24 કલાક ધરણા પર બેસશે.આ સાથે આવતી કાલે અમરેલી બંધ રાખવાની વેપારીઓને અપીલ કરી હતી.
ડોક્ટરની ટીમે સમજાવ્યા બાદ પરેશ ધાનાણીએ પીધું પાણી
અમરેલી નારી સ્વાભિમાન આંદોલન પાર્ટ 2 ના અધ્યાય આરંભ થયો છે ત્યારે 24 કલાક ઉપવાસ બાદ રાજકમલ ચોકમાં ધરણા પર બેઠેલા પરેશ ધાનાણી સહિતના નેતાઓનું ચેકઅપ કરવા માટે મેડિકલની ટીમ પહોચી હતી. અહીં પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મરનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. જેમાં પરેશ ધાનાણીનું સુગર થોડું ડાઉન આવ્યું હતું. ડોક્ટરની ટીમે પરેશ ધાનાણીને સમજાવ્યા સુગર લેવલ 64 પર થતા ડોકટરની ટીમે લિકવિડ પીવા આગ્રહ કર્યો હતો. ડોકટરની ટીમે કહ્યું કે જો સુગર લેવલ ઘટશે તો હોસ્પિટલ માં દાખલ કરવાની ફરજ પડશે.જેથી કાર્યકર્તાઓ અને મેડિકલ ટીમના આગ્રહથી પરેશ ધાનાણીએ થોડું પાણી પીધું હતું.
છેલ્લા બે દિવસથી પરેશ ધાનાણી સહિતના નેતાઓ કરી રહ્યા છે ઉપવાસ
ઉલ્લેખનીય છે કે, પીડિતાને ન્યાય મળે તે માટે છેલ્લા બે દિવસથી પરેશ ધાનાણી સહિતના નેતાઓના ઉપવાસ પર બેઠા છે અને સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે પરેશ ધાનણીની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે.
ડોક્ટરની ટીમે સમજાવ્યા બાદ પરેશ ધાનાણીએ પીધું પાણી#PareshDhanani #Viralvideo #Nirbhaynws #Amreli #Kaushikpatidar pic.twitter.com/LZrLEil7ky
— Nirbhaynews (@nirbhaynews1) January 10, 2025
આ પણ વાંચો : Banaskantha: ખેડૂતોના પ્રશ્નોને લઈને જીગ્નેશ મેવાણી આકરા પાણીએ! ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી