Amreli: ગીર પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનનો (eco-sensitive zone ) મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે.ઈકો સેન્સેટિવ ઝોન લાગુ કરવા 18 સપ્ટેમ્બરના રોજ જાહેરનામું નામું પાડવામાં આવ્યું હતું.જેમાં ત્રણ જીલ્લાના અને 11 તાલુકાના 196 ગામડાઓનો ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગીર પંથકમાં (Gir) ખેડૂતો (Farmers) ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે.ગીરપંથકના ખેડૂતો કહીં રહ્યા છે,કે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડવાથી વનવિભાગની કનડગત વધી જશે,જમીન બિન ખેતી કરવામાં ખેડૂતોને મુશ્કેલી થશે.ઉધોગોને ભારે તકલીફ પડશે અને ઇકો સેન્સિટિવ ઝોનના લીધે ગામડાનો વિકાસ રૂંધાઇ જશે. ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ આપના નેતાઓ કરી રહ્યા હતા. અને ભાજપના દિલીપ સંઘાણી અને હર્ષદ રીબડીયા જેવા નેતાઓ પોતાની સરકાર સામે જ આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી છે.
ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દે હવે કોંગ્રેસ મેદાને
આજે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કહ્યું કે ઈકો સેન્સેટિવ ઝોનના કાળા કાયદા સામે કોંગ્રેસ જન આંદોલનન કરશે. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામડાઓ અને ખેડૂતો માટે કોંગ્રેસ અવાજ ઉઠાવશે. આગામી 9 તારીખે અમરેલીના ધારી ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક આવશે. અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના દિગ્ગજ કોંગ્રેસ નેતાઓ ખેડૂતો સાથે સંવાદ કરી સરકારના આ કાળા કાયદાનો વિરોધ કરશે.
પ્રતાપ દુધાતે સરકારના આ કાળા કાયદા પર આકરા પ્રહાર કરતા શું કહ્યું?
આ કાળા કાયદાથી સરકારે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.આ કાયદાથી ખેડૂતના દીકરા ખેતરમાં બોર નહિ કરી શકે. અને ખેતરમાં કૂવો ગાળી નહિ શકે. ખેતરમાં કૂવો અને બોર નહિ હોય તો પાકને પાણી કેવી રીતના આપશે ખેડૂતો. ખેડૂતો વૃક્ષ નહિ કાપી શકે ત્યારે ખેતીની આજુ બાજુ બાવળ ને થોર એવા વૃક્ષને કાપવા પડે છે.ત્યારે આ વૃક્ષ કાપવા અમારે ગાંધીનગર કેદિલ્હી જવું પડશે?ખેતી નહિ થાય તો શું તમે આ વિસ્તારના લોકોને નોકરી આપશો?
કોંગ્રેસના નેતાઓ હવે ખેડૂતોના મુદ્દે સરકાર સામે લડી લેવાના મૂડમાં
આ કાળા કાયદાથી ખેડૂતો અને ગામડાના લોકો ને નુકસાન થઇ શકે છે. ત્યારે આપ અને કોંગ્રેસના નેતાઓ હવે ખેડૂતોના મુદ્દે સરકાર સામે લડી લેવાના મૂડમાં લાગે છેઅને ભાજપના પોતાના નેતાઓ પણ પોતાની સરકાર સામે જ આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, શું સરકાર ખેડૂતો સામે ઝૂકીને આ કાળો કાયદો પાછો લેશે કે નહિ ? અને પોતાના જ પક્ષના નેતાઓના વિરોધથી શું ભાજપ સરકાર જાગશે ખરી ?