Amreli: નારી સ્વાભિમાન આંદોલન વચ્ચે સાવરકુંડલામાં થયું અપહરણ, જાણો સમગ્ર મામલો

January 10, 2025

Amreli:અમરેલીમાં (Amreli) ભાજપ (BJP)નેતા કૌશિક વેકરીયા (Kaushik Vekaria) વિરુદ્ધ લેટર કાંડને મામલે હાલ રાજનીતિ ગરમાઈ છે.આ લેટર કાંડની પીડિત પાયલ ગોટીને (Payal Gotti) ન્યાય અપાવવા માટે કોંગ્રેસે જાણે કે બીડું ઝડપ્યું છે.ગઇ કાલથી પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર,પ્રતાપ દુધાત સહિતના કૉંગ્રેસ નેતાઓ નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત ઉપવાસ પર બેઠા હતા.આ નેતાઓની સાથે 30 જેટલા કાર્યકર્તાઓ પણ રાત્રે કડકડતી ઠંડીમાં રાત્રિના ઉપવાસ આંદોલનમાં સહભાગી બન્યા હતા. આ ઉપવાસ પૂર્ણ કર્યા બાદ પરેશ ધાનાણી આગળની રણનીતિ જાહેર કરી હતી.પરેશ ધાનાણીએ જાહેર કર્યુ છે કે, તેઓ વધુ 24 કલાક ધરણા પર બેસશે.આ સાથે આવતી કાલે અમરેલી બંધ રાખવાની વેપારીઓને અપીલ કરી હતી.

નારી સ્વાભિમાન આંદોલન વચ્ચે સાવરકુંડલામાં થયું અપહરણ

અમરેલીના નારી સ્વાભિમાન આંદોલન વચ્ચે સાવરકુંડલામાં અપહરણની ઘટના સામે આવી છે જેમાંફોર વ્હીલ કાર માં આવેલા 3 શખ્સોએ હીરાના કારખાનું ધરાવતા યુવકનું અપહરણ કર્યું છે. મળતી માહિતી મુજબ સાવરકુંડલાના શિવાજીનગર પટેલ વાડી પાસે બાઇક સવાર ભરત વશરામ પાધડાળ નામના યુવકનું ફોર વ્હીલ કારમાં અપહરણ કરવામા આવ્યું હતું.

સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે હાથ ધરી તપાસ

સ્વિફ્ટ ગાડી GJ03 HA 8134 માં આવેલા આરોપીઓએ હીરાના કારખાનું ધરાવતા યુવકનું અપહરણ કર્યું હતું. હીરાના કારખાનામાં ખોટ જતા પૈસાની લેતી દેતી બાબતે ભરત પાધડાળનું અપહરણ થયું હોવાની માહિતી સામે આવી છે. હાલ તો
પોલીસે અપહરણકારોની શોધખોળ શરૂ કરી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં અપહરણ કર્તા આરોપી ભરત પાધડાળનું અપહરણ કરતા સીસીટીવીમાં કેદ થયા છે. જેથી સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે આરોપીને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Surendranagar: થાનગઢમાં બ્રિજની કામગીરીમાં તંત્રની ઢીલી નીતિ, વર્ષો બાદ પણ બ્રીજ પૂર્ણ ન થતા પ્રજાને હેરાનગતિ

Read More

Trending Video