Amreli : અમરેલીમાં અવિરત વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

August 27, 2024

Amreli : ગુજરાતના  (Gujarat) માથે વરસાદી સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદ  (heavy rain) વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે આખા ગુજરાતમાં પુરની સ્થિતિ નિર્માણ પામી છે.વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અમરેલીમાં (Amreli) સતત દિવસથી અવરત મેઘ મહેર જોવા મળી રહી છે. અવિરત વરસાદ વરસતા નદી નાળા છલકાયા છે જેને કારણે અમરેલી જિલ્લામાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

બાબરા પંથકની મોટા ભાગની નદીઓમાં પુર

અમરેલી જિલ્લામાં અવિરત ધીમીધારે મેઘ મહેર થઈ રહી છે. બાબરા પંથકમાં છેલ્લા 4 દિવસથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બાબરા પંથકમાં 4 ઇંચ વરસાદ વરસાદ નોંધાયો છે. સારા વરસાદથી બાબરા પંથકની મોટા ભાગની નદીઓમાં પુર આવ્યું છે. 4 ઇંચ વરસાદથી કાળુભાર નદીમાં આવ્યું પૂર આવ્યું છે. મહત્વનું છે કે, કાળુભાર નદીમાં સિઝનનું ત્રીજીવાર પૂર આવ્યું છે. ઉપરવાસના ગામડાઓમાં વરસાદને કારણે કાળુભાર નદીમાં પૂર આવ્યું છે. બાબરા પંથકમાં મેઘરાજા ઓળઘોળ થયા છે. બાબરા પાંચાળ પંથકમાં ધીમીધારે વરસાદ શરુ થયો છે. બાબરાના ઉપરવાસ વરસાદથી સ્થાનીક નદીઓમાં પૂર આવ્યું છે. ઉપરવાસ વરસાદથી બાબરાના તાઈવદરમાં પૂર આવ્યું છે. તાઈવદર ગામની કાલુભાર નદીમાં પુર આવ્યું છે. નિલવડા, સમઠીયાળા, રાયપર સહિતના ગામડાંઓ માં વરસાદ પડતાં નદીમાં પુર આવ્યું છે.

Amreli Rain

કારણેવડીયાનો સુરવો ડેમ પહેલીવાર છલકાયો

ભારે વરસાદને કારણેવડીયાનો સુરવો ડેમ પહેલીવાર છલકાયો છે. ડેમ છલકાતા સુરવો ડેમના 2 દરવાજા દોઢ દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે.જેને લઈને નીચાણવાળા અમરેલી અને રાજકોટ જિલ્લાના ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે.
સુરવો ડેમના નીચાણ વાળા વિસ્તારમાં કોઈએ અવરજવર ન કરવા સૂચનાઆપવામાં આવી છે.

Amreli Rain

રીયાણા રોડ પર આવેલ રામપરા ડેમ અવરફલો

રીયાણા રોડ પર આવેલ રામપરા ડેમ અવરફલો થયો છે. રામપરા ડેમ અવરફલો થતાં 1000 એક્ટર જમીનને ફાયદો થશે . રામપરા ડેમનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. ત્યારે બીજી તરફ આ ડેમની નીચે આવતાં ખાખરીયા, દરેડ, માધુપુર, જામબરવાળા સહિતના 10 જેટલા ગામડાઓને શિયાળુ પાક લેવામાં ફાયદો થશે. અમરેલી જિલ્લામાં હાઇએલર્ટને પગલે બાબરા મામલતદારે રામપરા ડેમની મુલાકાત લીધી હતી.

લાઠી પંથકમાં ઘોઘમાર વરસાદ

લાઠી પંથકમાં અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. લાઠી પંથકમાં ઘોઘમાર વરસાદને પગલે ગાગડીયા નદીમા પુર આવ્યું છે. ભારે વરસાદને કારણે લાઠીના શેખપીપરીયા ગામ પાણી પાણી થયુ છે. લાઠીના શેખપીપરીયા ગામના પાદરમા સ્થાનિક નદીના પાણી વહેતા થયા છે.શેખપીપરીયાના પાદરમા પાણીથી ગામમાં જવાનો રસ્તો બાધિત થયો છે. શેખપીપરીયા ગામે નદી,નાળા અને ચેકડેમ છલકાઈ જતાં ખેડૂતોમાં ખશીનો માહોલ છવાયો છે.

Amreli Rain

અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુજી નદીમાં પૂર

ધોધમાર વરસાદ વરસતા ધારીની શેત્રુજી નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુજી નદીમાં પૂર આવ્યું છે.

અમરેલી કલેકટરે જનતાને અનુરોધ કર્યો

ત્યારે હજુ પણ અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે આ વરસાદની આગાહીને પગલે અમરેલી કલેકટરે અજય દહીયાએ જિલ્લાની જનતાને અનુરોધ કર્યો છે. જેમાં તેમણે
અતિ ભારે વરસાદની આગાહીને લઈને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં 1 NDRF ની ટીમ આવી પહોંચી છે. જિલ્લાની જનતાને નદીઓ, તળાવો અને જળાશયોની નજીક જવાનું ટાળે.અમરેલી જીલ્લાની જનતાને ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર દ્વારાઅપીલ કરાઈ છે.

Amreli Rain

આ પણ વાંચો :  Vadodara:ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજવા સરોવર થયું ઓવરફ્લો, 62 દરવાજા ખોલાયા, વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી

Read More

Trending Video