Amreli: બગસરામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, ખેડૂતોએ આવેદન આપી વળતરની કરી માંગ

July 29, 2024

Amreli: છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીમાં (Amreli) અવિરત મેઘમહેર (heavy Rain)  જોવા મળી રહી છે. ત્યારે ભારે વરસાદને કારણે ખેડૂતોને (farmers) ખુબ મોટુ નુકસાન થયું છે. અમરેલીના બગસરા (Bagsara)  તાલુકામાં ગત 24 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદથી ખેતી પાકને (crops)  ભારે નુકસાન થયું છે આ સાથે જમીનનું ધોવાણ પણ થયું છે. ત્યારે બગસરાના ખેડૂતોએ જમીન ધોવાણ અને પાક નુકસાનીનું સર્વે કરી વળતર આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ.

Amreli: બગસરામાં ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન

બગસરામાં ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન

પ્રાપ્ત જાણકારી મુજબ અમરેલીના બગસરા તાલુકામા ગત24/7/2024 ના દિવસે અતિ ભારે વરસાદથી ખેડૂતોના પાકને અને જમીન ધોવાણ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય ત્યારે અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના સત્યમભાઈ મકાણી અને બગસરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતની આગેવાનની હેઠળ બગસરા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપી ભારે વરસાદથી થયેલ જમીન ધોવાણ અને ખેત પાકનુ વળતર આપવાની માંગ કરી છે ત્યારે સરકારશ્રી દ્વારા તાત્કાલિક ખેડૂતોનું સ્થળ પર સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ત્યારે આ પાંચ થી સાત દિવસમાં સર્વે કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી સાથે જય જવાન જય કિસાનના નારા લગાવી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Rahul Gandhi In Lok Sabha: રાહુલ ગાંધીએ કહ્યું -21મી સદીમાં એક નવા ચક્રવ્યુહનું નિર્માણ થયું છે આજે પણ ચક્રવ્યૂમાં છ લોકો છે PM Modi, Amit shah…

Read More

Trending Video