Amreli : અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસથી દલિત યુવકનો કેસ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આજે પણ નાત જાતના ભેદભાવ વચ્ચે આપણો સમાજ ફસાયેલો છે. અને તેના કારણે જ હજુ પણ લોકોના જીવ જાય છે. એક સામાન્ય બાબતે (Amreli) દલિત યુવક પર હુમલો કરી અને હત્યા કરવામાં આવે છે. આ મામલાના CCTV પણ હવે સામે આવ્યા છે. આ મામલો ત્યારે સામે આવ્યો જયારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) દલિત યુવકના ઘરે પહોંચે છે અને ત્યારબાદ આ મામલો લોકોની સામે આવે છે. જે બાદ આ મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. અને હવે આ મામલે રાજનીતિ તેજ બની છે. પરંતુ આ ઘટનાના CCTVમાં જોવા મળે છે કે સામાન્ય બાબતે એક યુવક પર સતત હુમલો કરી દે છે.
અમરેલી (Amreli)ના ચકચારી દલિત નિલેશ રાઠોડ હત્યા કેસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 16 તારીખના બબલુ નમકીન લેવા ગયેલા દલિત યુવક પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની હત્યા થઇ ગઈ હતી. બબલુ નમકીન દુકાનદાર અને મૃતક અને મૃતકના મિત્રો વચ્ચે થયેલી મારામારીની ઘટના સીસીટીવી કેદ થઈ હતી. ફરસાણની દુકાન ધરાવતા દુકાનદાર સાથે થયેલી મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. લાકડી અને ફરસાણ બનાવવાના તવીથાથી મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. દસ દિવસ બાદ મારામારીના CCTV સામે આવ્યા છે.
આ પણ વાંચો : Britain : લિવરપૂલમાં ફૂટબોલ વિક્ટરી પરેડમાં ભીડ પર ચઢી કાર, 50 લોકો ઘાયલ, શંકાસ્પદ ડ્રાઇવરની ધરપકડ