Amreli Case : ગુજરાતમાં થોડા દિવસ પહેલા અમરેલીમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ભાજપ નેતાના નામે એક પત્રકાંડ સામે આવે છે. આ પત્રકાંડમાં માત્ર 24 જ કલાકમાં પોલીસ આરોપીઓને શોધી કાઢે છે. અને આ આરોપીની ઓફિસમાં કામ કરતી કોમ્પ્યુટર ઓપરેટર પાટીદાર યુવતીને આરોપી બનાવીને લઇ જવામાં આવે છે. ત્યારબાદ આ મામલે ખુબ મોટો હાઈવૉલ્ટેજ ડ્રામા સર્જાયો. અને એ દીકરીને જામીન પણ મળી ગયા. પરંતુ ભાજપ નેતાઓ તો આ મામલે બોલવા પણ તૈયાર નહોતા. એક તરફ ભાજપના દિલીપ સંઘાણી સિવાય પાટીદાર યુવતી મામલે કોઈએ કંઈ જ પ્રતિક્રિયા આપી નહિ. અને બીજી તરફ AAP અને કોંગ્રેસ નેતાઓ સતત તેની વહારે રહ્યા હતા. હવે આ સમગ્ર મામલે રોજ નવા વળાંક આવી રહ્યા છે. એક સામાન્ય પત્રકાંડમાંથી શરુ થયેલ આ કેસ અત્યારે હાઈપ્રોફાઈલ રૂપ ધારણ કરી લીધું છે. અને હવે તેના પર રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે.
અમરેલીના SP સંજય ખરાતે SITની રચના કરી
બે દિવસ પહેલા પાટીદાર યુવતી પાયલ ગોટીએ પોલીસ સામે જેલમાં માર મારવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઈને હવે અમરેલી SP સંજય ખરાતે SITની કરી રચના છે. Dysp એ.જી.ગોહિલ, મહિલા P.I. આઇ.જે. ગીડા, મહિલા PSI એચ.જે.બરવાડીયાનો સીટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પાટીદાર યુવતીના મીડિયામાં આવેલા આક્ષેપો બાદ પોલીસે SITની રચના કરી છે.
પાટીદાર યુવતી મામલે નવો વળાંક
અમરેલીના ચકચારી નકલી પત્રકાંડમાં પીડિતા પાટીદાર યુવતીનો સરકાર તરફે કરેલો 169નો રિપોર્ટ કોર્ટે નામંજૂર કર્યો છે. પાયલ ગોટી તરફે પુરાવા ન મળ્યા હોવાનો પોલીસે કોર્ટમાં 169નો રિપોર્ટ કર્યો હતો. ચીફ કોર્ટે પાયલ ગોટીનો આરોપી ન હોવાનો રિપોર્ટ નામંજૂર કર્યો.
આરોપી અશોક માંગરોળીયા પાસે DDOએ માંગ્યો જવાબ
કૌશિક વેકરીયા વિરુદ્ધના પત્રકાંડના આરોપી અશોક માંગરોળીયાને DDOએ નોટિસ ફટકારી છે. જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા પત્રકાંડના આરોપી છે. આરોપી સરપંચ પદે હોય અને હાલ જેલવાસમાં હોવાથી DDOએ નોટિસ ફટકારી છે. 3 દિવસમાં ખુલાસો કરવા DDOએ નોટિસ ફટકારી છે. હવે અમરેલી પત્રકાંડમાં રાજનીતિ ગરમાઈ છે.
આ પણ વાંચો : Paresh Dhanani : અમરેલી નકલી પત્રકાંડમાં પાટીદાર યુવતીને ન્યાય અપાવવા પરેશ ધાનાણી મેદાને, કરશે 24 કલાકના ઉપવાસ