એક જ કુટુંબના ચૂંટણી લડવા આવ્યા ને હાર્યા પહેલા મમ્મી પછી દીકરી: Bharat Sutaria

July 19, 2024

Amreli: ચૂંટણી જીત્યા પછી અમરેલીના (Amreli)  સાંસદ ભરત સુતરીયાનો ( MP Bharat Sutaria) મિજાજ બદલાયો છે. જે લોકો તેમનો ચૂંટણી સમયે વિરોધ કરતા હતા તે લોકોને હવે પોતાના આગમાં અંદાજમાં જવાબ આપી રહ્યા છે.ત્યારે ફરી સાંસદ સુતરીયા પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. જાફરાબાદના Jafarabad) વઢેરા ખાતે યોજાયો અમરેલી સાંસદ ભરત સુતરીયાનો સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહમાં સુતરીયા ખીલી ઉઠ્યા હતા તેમણે આ વખતે તેમની સામેના કોંગ્રેસના Congress) ઉમેદવાર જેની ઠુમ્મર (Jani Thummar) પર પ્રહારો કર્યા હતા.

ભરત સુતરીયા ફરી એક વાર શાયરાના અંદાજમાં જોવા મળ્યા

લોકસભાની ચૂંટણી બાદ ભરત સુતરિયામાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરત સુતરિયા હવે સતત હિન્દીમાં વિરોધીઓ પર વરસી રહ્યા છે. ત્યારે ફરી સાંસદ સુતરીયા શાયરાના અંદાજમાં જોવા મળ્યા છે. ભરત સુતરિયાએ કોંગ્રેસની ટિકિટ આપવાની પદ્ધતિ પર નિશાન સાધતા વિરોધ પક્ષના ઉમેદવાર જેની ઠુંમરને આડે હાથે લીધા હતા.

 ભરત સુતરીયાએ ડાક ડમરુ વગાડ્યું

જાફરાબાદના વઢેરા ખાતે અમરેલી સાંસદ ભરત સુતરીયાનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં જાફરાબાદ ધારાસભ્ય હીરા સોલંકીએ સાંસદ ભરત સુતરીયાને શિવજીનું ડાક ડમરુ અર્પણ કર્યું હતું. ત્યારે સાંસદ ભરત સુતરીયાએ ડાક ડમરુ પણ વગાડ્યું હતું. ત્યારે આ સમારોહમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાની વિશેષ ઉપસ્થિતી વચ્ચે સાંસદ સુતરીયા ખીલી ઉઠ્યા હતા.

જેની ઠુંમરને આડે હાથે લીધા

તેમણે કહ્યું કે, ગુજરાત માટે જરૂર જેની ઠુંમરને આડે હાથે લીધાપડે તો ગુજરાતી બોલીશ, દિલ્હીમાં જરૂર પડશે તો હિન્દી બોલીશ ને દેશ માટે જરૂર પડશે તો અંગ્રેજી બોલીશ . વધુમાં તેમણે કોંગ્રેસની કારમી હાર બાદ જેની ઠુમ્મર અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, એકજ કુટુંબના ચૂંટણી લડવા આવ્યા ને હાર્યા પહેલા મમ્મી હાર્યા પછી દીકરી હારી હવે કોઈ એક નવો આવશે. સિંહોના સામ્રાજ્ય ગણાતા અમરેલીમાંથી 5 સિંહો ગાંધીનગર અને 1 દિલ્હી. આમ સાંસદ સુતરીયાએ હિન્દી અને ગુજરાતી ભાષામાં ભાષણ કરીને સન્માન સમારોહમાં નવો ઉત્સાહ લાવ્યા હતા.

આ પણ વાંચો : પોરબંદરમાં ભારે વરસાદથી જળબંબાકાર, 11 લોકોનું રેસ્ક્યૂ કરાયું

Read More

Trending Video