Amreli : ભાજપના વધુ એક નેતાએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલ, જાણો સમગ્ર મામલો

June 28, 2024

Amreli : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના (BJP) નેતાઓને જાણે અચાનક આંખો પરથી પાટા દૂર થયા હોય તેમ પોતાના વિસ્તારમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર (corruption) દેખાવવા લાગ્યા છે અને હવે એક બાદ એક ભાજપના નેતાઓ તંત્ર અને અધિકારીઓની પોલ ખોલીને ગંભીર આક્ષેપ કરી રહ્યાછે ત્યારે આજે અમરેલીના (Amreli) સાવરકુંડલામાં (Savarkundla) ભાજપના નેતાએ (BJP leader) જ ખાણ ખનીજ વિભાગ (mining department) સામે ધગધગતા આક્ષેપો કર્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરો (Sand thieves) સામે કરાયેલી કાર્વાહી અંગે પ્રતિક્રિયા આપતા પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હીરપરાએ (Hiren Heerpara) તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.

ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરો સામે કડક કાર્યવાહી

પ્રાપ્ત જાણકારી મુજબ સાવરકુંડલામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ચોરો સામે કડક કાર્યવાહી કરવામા આવી છે. ખાણ ખનીજ વિભાગે સાવરકુંડલાના કરજાળાની શેલ નદી માંથી 4 ટ્રેકટરો ઝડપી પાડ્યા છે. આ સાથે નાના લીલીયામાં રેતી ચોરી કરતું ડમ્પર ટ્રક ઝડપાયું છે. આશરે 40 લાખનો મુદ્દામાલ ખાણખનીજ વિભાગે જપ્ત કર્યો છે. ત્યારે ખાણખનીજ વિભાગની કાર્યવાહી સામે ભાજપના નેતાની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હીરપરાએ આ મામલે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.

ખાણખનીજ વિભાગની કાર્યવાહી સામે ભાજપના નેતાની પ્રતિક્રિયા

હિરેન હીરપરાએ કહ્યું કે, ઇકો સેન્સીટીવ ઝોન કે અન્ય નદીમાં બેફામ રેતી ચોરીઓ થઈ રહી છે. પરમીટો આપવાના નામે અધિકારીઓની મીલીભગતથી રેતી માફિયા ઓને ખુલ્લેઆમ પીળો પરવાનો આપે છે. રહેણાંકી મકાનો બનાવવા માટે લીઝો આપવાનો પેન્ડિંગ પ્રશ્ન છે તેમાં તંત્ર ધ્યાન નથી આપતું . ખેડૂતો કે માલધારીઓએ રેતી, માટી કે મોરમ પોતાના ખેતરો માટે ત્યારે તંત્ર શુરા બનીને ટ્રેકટરો ડીટેઇન કરે છે. અમરેલી જિલ્લામાં રેતીમાં કાળી કમાણી તંત્ર કરી રહ્યું છે આ તંત્રને સુધારવું જોઈએ.

ભાજપના નેતાને અચાનક થયું આત્મજ્ઞાન

મહત્વનુ છે કે, અહીં છેલ્લા કેટલાય સમયથી રેતી માફિયાઓ સાથે અધિકારીઓની મીલીભગતથી બેફામ રેતી ચોરીઓ થઈ રહી છે. આજ સુધી ભાજપના નેતા આ મુદ્દે બોલ્યા ન હતા પરંતુ અચાનક જ ભાજપના નેતાને આત્મજ્ઞાન થયું હોય તેમ આ મુદ્દે બોલી રહ્યા છે. સારી વાત તે છે મોડા તો મોડા પણ ભાજપના નેતા આ અંગે બોલ્યા તો ખરા…..

આ પણ વાંચો : Surendranagar: અધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં જ વાલીઓએ શિક્ષણ કાર્યના નામે થતા ભ્રષ્ટાચારની પોલ ખોલી

Read More