Amreli: ભાજપ (BJP) નેતાઓ પર અવારનવાર ભ્રષ્ટાચારના (Corruption) આરોપો લાગે છે. અને હમણાં છેલ્લા ઘણા દિવસોથી ભારતીય જનતા પાર્ટીના (BJP) જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા ભ્રષ્ટાચારોને ઉજાગર કરે છે. નેતાઓને એટલા સમયથી પોતાના વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચાર દેખાતા ન હતા પરંતુ હવે અચાનક આત્મજ્ઞાન થવા લાગ્યુ અને હવે નેતાઓ પોતાના વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. ત્યારે ભાજપના વધુ એક નેતા ભાજપનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડવા ગયા અને તેમની જ પોલ છતી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
ભાજપના નેતા વિપુલ દુધાતે ખનીજ ચોરી મામલે ઉઠાવ્યો હતો અવાજ
મળતી માહિતી મુજબ અમરેલીના લીલીયામાં ભાજપના નેતા વિપુલ દુધાતે પોતાના વિસ્તારમાં ચાલતી ખનીજ ચોરી મામલે અવાજ ઉઠાવ્યો હતો અને ભાજપના તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉઘાડો પણ પાડ્યો હતો. ત્યારે વિપુલ દુધાતે રેતી ખનીજ સામે ઉઠાવેલા અવાજ સામે તાલુકા પંચાયતના સદસ્ય અલ્પેશ સોલંકીએ જવાબ આપ્યો હતો. 10 માસથી ખનીજ ચોરી સામે લડત લડતા અલ્પેશ સોલંકીએ ભાજપ અને ભાજપના નેતા સામે પ્રહારો કર્યા હતા.
તાલુકા પંચાયતના સદસ્ય અલ્પેશ સોલંકીએ લગાવ્યા આક્ષેપ
લીલીયા તાલુકા પંચાયતના સદસ્ય અલ્પેશ સોલંકી તેમના પર આક્ષેપ કરતા કહ્યું, કે વિપુલ દુધાતના જ ગામમાંથી સાવરકુંડલા રંગોળા સ્ટેટ હાઇવે માંથી ખનન થયું હતું. રોયલ્ટી પર્યા વગર ક્રાંકચ ગામના ડુંગરો તોડીને ખનીજ ચોરી કરવામાં આવી હતી. કલેકટર ખાણ ખનીજ વિભાગ સહિત અધિકારીઓને મેં ઘણી રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય મળ્યું. સ્ટેટ હાઇવેમાં ભાજપની મિલીભગતથી ખનીજ ચોરી થાય છે તેવો આક્ષેપ અલ્પેશ સોલકીએ વિપુલ દુધાત પર કર્યો છે. તેમણે કહ્યુ કે, વિપુલ દુધાત પોતાના ગામમાંથી થતી ખનીજ ચોરી સમયે કેમ ચૂપ હતા તેવ સવાલો ઉઠાવ્યા હતા અને ભાજપ નેતાવિપુલ દુધાતપોતાના હિત માટે સ્ટંટ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
ભાજપનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડવા જતા નેતાની પોલ ખુલી ગઈ
આમ જોઈએ તો ભાજપના નેતા પબ્લીસીટી માટે સ્ટંટ કરવા ગયા પરંતુ હવે તાલુકા પંચાયતના સદસ્ય અલ્પેશ સોલંકીએ તેમની તમામ પોલ ખોલી દીધી છે. જે પ્રમાણે ભાજપના નેતાઓ પોતાના તંત્રની પોલ ખોલીને વાહવાહી લૂટવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમાં વિપુલ દુધાત પણ આવો સ્ટંટ કરીને પ્રસિદ્ધિ મેળવવા ગયા પરંતુ હવે તેમની પોલ છતી થઈ ગઈ છે.
આ પણ વાંચો : Jamnagar: તિરુપતિ લાડુ વિવાદ, લવ જેહાદ, નવરાત્રી અને હિન્દુ રાષ્ટ્ર પર ડૉ. પ્રવીણ તોગડિયાનું નિવેદન, જાણો શું કહ્યું