Amreli: ….પોતાને નેતા માનતા રાજકીય વ્યક્તિઓ માટે ખતરાની ઘંટડી સમાન, પોતાના જ પક્ષના નેતાના ટ્વિટથી ભાજપમાં ખળભળાટ

September 9, 2024

Amreli: બીજેપી નેતા ભરત કાનાબાર (Dr. Bharat Kanabar) પોતાની સરકારની સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને પણ સોશિયલ મીડિયા પર લખીને તંત્રના કાન આંમળતા હોય છે. અગાઉ ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. ત્યારે આજે ફરી એક વાર બીજેપી નેતા પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં આવ્યા છે. આ વખતે ભાજપ નેતાએ પૂરની પરિસ્થિતિ બાદ લોકોમાં રાજકીય આગેવાનો સામેના રોષને લઈને ટ્વિટ કર્યું છે. આ વખતે ભરત કાનાબારે પોતાના જ પક્ષના નેતાઓની આકરી ઝાટકણી કાઢી છે.

ભાજપ નેતાના ટ્વિટથી ભાજપમાં ખળભળાટ

અમરેલીના ભાજપના નેતા ડો.ભરત કાનાબારે ફરી એક વાર ધગધગતું ટ્વીટ કર્યું છે. આ વખતે ભરત કાનાબારે વરસાદની તારાજી પછી નેતાઓ સામે ફાટી નીકળેલા રોષ સામે ટ્વીટ કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે, અતિવૃષ્ટિ પછી વડોદરા અને અન્ય સ્થળોએ રાજકારણીઓ પ્રત્યે થઈ રહેલ લોકોનો આક્રોશ પોતાને નેતા અને આગેવાન માનતા રાજકીય વ્યક્તિઓ માટે ખતરાની ઘંટડી સમાન છે.મોટાભાગની જનતાના મતે રાજકારણીઓ “અનિવાર્ય અનિષ્ટ” છે.જેમનો ઉદ્દેશ રાજકારણ માંથી પૈસા બનાવવાથી વિશેષ કાઈ નથી.જાહેર જીવનમાં પડેલા તમામ લોકોને આત્મમંથન કરવાનો સમય છે. આ સાથે તેમને સવાલ કર્યો છે કે, રાજકીય લોકો તેમની ખરડાયેલી ઈમેજ સુધારવાનો પડકાર ઝીલી લેવા તૈયાર છે ખરા? આ ટ્વિટમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, સી.આર.પાટીલ, ભુપેન્દ્રભાઈ, વિજય રૂપાણી, રૂપાલા અને રત્નાકરને ટ્વીટનું ટેગ પણ કર્યા છે ત્યારે ભાજપમાં રહીને પણ ભાજપની ક્ષતિઓ સામે અવાજ ઉઠાવતા ડો.કાનાબારના ટ્વીટથી ભાજપમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Amreli Dr. Bharat Kanabar

હર્ષ સંઘવી પણ લોકોનો રોષ ઠારવામાં નિષ્ફળ

મહત્વનું છે કે, અત્યારે વડોદરા સહિતના વિસ્તારોમાં પૂરની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે લોકોમાં તંત્રની સાથે ખાસ કરીને ભાજ સામે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરામાં તો ભાજપના નેતાઓની અસરગ્રસ્ત વિસ્તારોમાં એન્ટ્રી પણ બંધ કરી દેવામા આવી છે. અહીં લોકોનો રોષજોઈ ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ કરવા મેદાનમાં ઉતર્યા હતા અને લોકોનો રોષ ઠારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો આ પ્રયાસ પણ હવે નિષ્ફળ ગયો છે. ત્યારે અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લેવા ગયેલા ભાજપના ધારાસભ્યને લોકોએ ભગાડ્યા હતા ત્યારે આ જોતા સ્પષ્ટ છે કે, જનતામાં ભાજપ સામેનો રોષ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. વડોદરામાંથી એવું પણ સામે આવ્યું હતુ કે, જે લોકો નેતાઓ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે તેમની સામે કેસ કરવામાં આવ્યો હતો ત્યારે હવે તો પોતાના જ પક્ષના નેતા આ મામલે ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી રહ્યા છે.

આ પણ વાંચો : Jammu Kashmir:જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ 2 આતંકવાદીઓને કર્યા ઠાર

Read More

Trending Video