Amreli: ફેમસ યું ટ્યુબર ખજૂરભાઈ (Khajurbhai)ઉર્ફે નીતિન જાની (nitin jani)નિર્મિત મંદિરમાં ચોરીનો (stealing) પ્રયાસ કરવામા આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સાવરકુંડલાના (Savarkundla)આદસંગ ખાતે બનાવેલા આદસંગી હનુમાનજીના મંદિરમાં (Hanumanji temple)ચોરીનો પ્રયાસ કરવામા આવ્યો હતો. ચોરીની આ ઘટનાના સીસીટીવી (CCTV)સામે આવ્યા છે.જેમાં આ તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
ખજૂરભાઈ નિર્મિત મંદિરમાં ચોરીનો પ્રયાસ
અમરેલીમાં ફેમસ યું ટ્યુબર ખજૂરભાઈ નિર્મિત મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામા આવ્યો હતો. સાવરકુંડલાના આદસંગ ખાતે બનાવેલા આદસંગી હનુમાનજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામા આવ્યો હતો. અગાઉ આ મંદિરમાં ચોરીની ઘટના બાદ અહીં સીસીટીવી લગાવાયા હતા.
ઘટનાના સીસીટીવી આવ્યા સામે
હનુમાનજી મંદિરમાં 2 તસ્કરોએ મંદિરની દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીનો પ્રયાસ કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે.તસ્કરો સીસીટીવી જોઈ જતા નાશી છુટયા હતા. જો કે આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ અહીં આવી પહોંચી હતી અને તસ્કરો અંગે પોલીસ તપાસ શરૂ થઈ છે.
આ પણ વાંચો : Kutch: કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો, 3.0 ની તીવ્રતાનો નોંધાયો આંચકો