Amreli : અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ખાંભા ગામમાં 23 વર્ષ પહેલાં બનાવેલ દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ એસ ટી ડેપો શોભાના ગઠીયા સમાન છે. આજે પણ આ એસ.ટી ડેપો ધૂળ ખાઈ રહ્યો છે. ખાંભાના ગ્રામજનોએ એસટી ડેપો શરૂ કરવા અનેક વાર રજૂઆત અને આંદોલન પણ કર્યા છે તેમ છતાં સરકાર દ્વારા આ એસટી ડેપો શરૂ કરવામાં આવતો નથી.
ખાંભા 57 ગામનો તાલુકા છે. અને બે વિધાનસભામાં વહેચાયેલો છે. અને બે બે ધારાસભ્ય હોવા છતાં પણ ખાંભા ગામ વિકાસની રાહ જોઈ રહ્યું. 23 વર્ષથી બનેલો એસટી ડેપો ખંઢેર હાલતમાં પડ્યો છે. આ એસટી ડેપોમાં ક્યારેક બસ આવે છે ને ક્યારેક જતી રહે છે. કોઈ મુસાફર આવતા નથી. ત્યારે પહેલા ગામ જનો દ્વારા એસટી ડેપો ચાલુ કરવા આંદોલન પણ છેડ્યું હતું. અને ગુજરાત સરકારમાં વિજય રૂપાણી વાહન મંત્રી હતા. અને તેમની રૂબરૂ મુલાકાત કરી એસટી ડેપો શરૂ કરવા રજૂઆત કરી હતી. તેમ છતાં ખાંભાનો એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો નથી.
ગીર કાંઠાની નજીક આવેલ ખાંભા તાલુકા કક્ષાનું ગામ છે પણ ગામજનો છેલ્લા 23 વર્ષથી એસટી ડેપો ચાલુ કરવા માટે અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે ખાંભા ના જુના બસ સ્ટેન્ડમાં એસટી બસો ઉભી રહેવાથી કાયમી ટ્રાફિકની સમસ્યા વગેરે રહી છે અને વેપારીઓ પરેશાન બન્યા છે ત્યારે આ એસટી ડેપો શરૂ કરવામાં આવે તો ખાંભાના જુના બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યા નો કાયમી હલ થઇ જાય એમ છે અને એસટી ડેપો શરૂ થાય તો ખાંભા ને લાંબા રૂટની સુરત અમદાવાદ મુંબઈ જવાની સુવિધા ઉભી થાય તેમ છે. અને પ્રાઇવેટ વાહનોની ઉઘાડી લૂંટથી છુટકારો થાય એમ છે. પણ એસટીનું આ નીમ્ભર તંત્રના પેટનું પાણી હલતું નથી.
ખાંભામાં 23 વર્ષ પહેલાં દોઢ કરોડના ખર્ચ બનાવેલ એસ ટી ડેપો આજે પણ ધૂળ ખાઈ રહ્યો છે. એસટી બસ સ્ટેશન હોય કે વર્કશોપ ખંઢેર બન્યું છે. અમારા તત્વનો અડ્ડા બન્યું છે ત્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ડેપો ચાલુ કરીશું અને અનેક ચૂંટણી જતી રહે બાદ કોઈ સામે જોઈતું નથી અને બે બે ધારાસભ્ય હોવા છતાં ખાંભાનો એસટી ડેપો શરૂ કરાવી શકાતો નથી ત્યારે સ્થાનિક ગામજનો દ્વારા સરકાર પાસે વહેલી તકે એસટી ડેપો શરૂ કરવા અથવા તો પહેલા જે રમત ગમતનું મેદાન હતું તે મેદાન ફરી આપવા માંગ કરવામાં આવી છે
આ પણ વાંચો : Vadtal Mahotsav : દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવનું પધારવા આમંત્રણ પાઠવ્યું