Amreli : અમરેલી બગસરા APMCની ચૂંટણીમાં AAP એ મારી બાજી, ભાજપને હવે સહકારી ક્ષેત્રમાં

June 27, 2024

Amreli : ગુજરાતમાં હવે ધીમે ધીમે ભાજપના વળતા પાણી થાય હોય તેવું લાગી રહ્યું છે. લોકસભામાં એક સીટ પર હાર્યા બાદ હવે APMC પણ ભાજપને ખોવાનો વારો આવ્યો છે. આજે અમરેલી (Amreli) બગસરા APMC (Bagasara APMC)ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ બાજી મારી છે.

અમરેલીના બગસરા APMC માં આજે આમ આદમી પાર્ટીએ બાજી મારી છે. બગસરા APMC માં આમ આદમી પાર્ટીના ધારીના કાંતિ સતાસીયા બિન હરીફ ચેરમેન તરીકે ચૂંટાઈને આવ્યા અને ચેરમેન બન્યા છે. બગસરા એપીએમસીમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટીનું શાસન ચાલતું હોય એવું જ લાગી રહ્યું છે. બગસરા APMC ના ચેરમેન પદે કાંતિ સતાસીયાની બિનહરીફ વરણી તો વાઇસ ચેરમેન પદે સંજય રફાળીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ત્યારે એવું માની શકાય કે સહકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીનું ઇલુ ઇલુ ચાલી રહ્યું છે. અને એટલા માટે જ આજે બિન હરીફ વરણી ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે કરવામાં આવી છે. ત્યારે ચેરમેન તરીકે ચૂંટાયા બાદ ચેરમેન કાંતિ સતાસીયા શું કહી રહ્યા છે અને આગામી સમયમાં કેવા વિકાસના કામ કરવામાં આવશે.

Amreli

ત્યારે જો સંખ્યાબળની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ અને આપ પાર્ટીના 9 સદસ્યો અને 6 ભાજપના સદસ્યો હોવાથી ચેરમેન, વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થઈ છે. ત્યારે ધારી વિધાનસભાના આપ પાર્ટીના ઉમેદવાર હતા કાંતિ સતાસીયા બગસરા એપીએમસીના ચેરમેન બન્યા છે. ત્યારે હવે જે પ્રમાણે ભપમાં વિખવાદ સામે આવી રહ્યો છે ત્યારે તે વિખવાદ વચ્ચે ભાજપે બગસરા APMC ખોવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોChaitar Vasava : ચૈતર વસાવાએ સરકારની શિક્ષણ વ્યવસ્થાઓ પર ઉઠાવ્યા સવાલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની 6 શાળાઓની વરવી વાસ્તવિકતા ઉજાગર કરી

Read More