Amreli : ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વખત ગુજરાતને (Gujarat) ધમરોડવાનું ચાલુ કર્યું છે. ત્યારે અમરેલીમાં (Amreli) ફરી એક વાર ભારે વરસાદ (heavy rain) ખાબક્યો છે. ભારે વરસાદને કારણે અમરેલીની નદીઓમાં (river) નવા નીરની આવક થઈ છે. ત્યારે આ બધાની વચ્ચે લાઠીના (Lathi) શેખ પીપરીયામાં (Sheikh Piparia) પાણીના ઘસમસતા પ્રવાહ વચ્ચે યુવકનો વિડીયો વાયરલ (viral video) થયો છે. આ વીડિયોમાં એક યુવક નદીના પૂરના પ્રવાહ વચ્ચે બહાદુરી બતાવતો જોવા મળી રહ્યો છે. જીવના જોખમે પૂરના પાણી સાથે મશ્કરી કરતો વિડીયો સામે આવતા લોકો સવાલ કરી રહ્યા છે કે જીવના જોખમે આવી મજાક કરવી કેટલી યોગ્ય ? ક્યારેક આવી બહાદૂરી જીવલેણ સાબુત થઈ શકે છે.
Amreli : શેખ પીપરીયામાં પાણીના ભારે પ્રવાહમાં જીવના જોખમે રીલ બનાવવાનો ક્રેઝ #amreli #rainalert #heavyrainfall #rainfall #flood #nirbhaynews pic.twitter.com/O7MHmFbrBw
— Nirbhaynews (@nirbhaynews1) July 10, 2024
પૂરના પ્રવાહ વચ્ચે બહાદુરી બતાવતા યુવકનો વીડિયો વાયરલ
પ્રાપ્ત જાણકારી મુજબ લાઠીના શેખ પીપરીયામાં ગઈકાલે 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પુર આવ્યું હતું. ત્યારે શેખ પીપરીયા ગામના પાદર માંથી પસાર થતી નદીના વહેણમાં જીવના જોખમે એક યુવક પૂરના પાણી સાથે મશ્કરી કરતો વિડીયો સામે આવ્યો છે. ભારે વરસાદને કારણે ગઈ કાલે લાઠીના શેખ પીપરીયાગામના પાદરમાંથી પસાર થતી નદીમાં પુર આવ્યું હતું. ત્યારે પાણીના ઘસમસતા પ્રવાહ વચ્ચે એક યુવકે બહાદૂરી બતાવવા મોજ મસ્તી કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પાણીના પ્રવાહમાં યુવક તણાઈ જવાની ભીતી વચ્ચે પૂરના પાણી સાથે મશ્કરી કરી રહ્યો છે. પૂરના પ્રવાહની વચ્ચે ઊભા રહેવાની બહાદુરી કે પછી મોત સામે ટક્કર કહેવાય. કારણ કે ઘણી વાર પાણીના પ્રવાહમાં આવી મજાક મસ્તી આનંદ જીવલેણ સાબિત થતી હોય છે.