સવજીભાઈએ અમિતાબ બચ્ચને પોતાના સંઘર્ષ વિશે જણાવતા કહ્યું , કામિયાબી ભી ઉન્હી કો મિલતી હૈ જો મુશ્કિલોં સે ટકરાતે હૈ…

July 8, 2024

Amitabh Bachchan wrote a letter to Savji Dholakia : બોલિવુડ અભિનેતા અમિતાબ બચ્ચને (Amitabh Bachchan) ડાયમંડ કિંગ સવજી ધોળકિયાને (Savji Dholakia) પત્ર લખ્યો છે. જેમાં તેમણે અમરેલીના (Amreli) દુધાળા (dudhala)ખાતેના તેમના ફાર્મ હાઉસમાંથી મોકલેલી કેરીઓના (Mangoes) માટે આભાર માન્યો હતો. અને તેમને સવજીભાઈને તેમની સફળતા માટે અભિનંદન પણ આપ્યા છે. ત્યારે તેમના આ પત્રનો સવજીભાઈએ જવાબ આપ્યો છે. તેમણે પ્રશંસા માટે અમિતાબ બચ્ચનનો આભાર માન્યો છે. તેમણે અભિતાબ બચ્ચનનું પ્રખ્યાત વાક્ય “કમ્યાબી ભી ઉન્હી કો મિલતી હૈ જો મુશ્કિલોં સે તકરાતે હૈ, કહી પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું.

અમિતાબ બચ્ચને સવજીભાઈને લખ્યો પત્ર

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના વતની અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ પોતાના ગામમાં એક એગ્રી ફાર્મમાં બનાવ્યું છે જેમા અલગ અલગ પ્રકારના વૃક્ષો તેમને રોપ્યા છે. તેમના આ ફાર્મમાંથી કેટલાક કેરીના બોક્સ અમિતાબ બચ્ચને મોકલવામા આવ્યા હતા આ કેરીનો સ્વાદ અમિતાબ બચ્ચનને ખુબપસંદ આવ્યો. જેથી તેમણે પત્ર લખીને સવજીભાઈ ધોળકીયાનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, હું અને મારો પરિવાર તમે અમરેલીના દુધાળા ખાતેના તમારા એગ્રી ફાર્મમાંથી જોશીનાના સૌજન્યથી અમને મોકલેલી સ્વાદિષ્ટ કેરીઓ માટે આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ,તમારા ખેતરમાં આટલો સારો બમ્પર પાક મળે તે સુનિશ્ચિત કરવા માટે લીધેલા પ્રયત્નોથી હું આશ્ચર્યચકિત છું. કેરીઓ સિઝનની સૌથી મીઠી અને સ્વાદિષ્ટ હતી અને અમે બધાએ તેનો ભરપૂર આનંદ માણ્યો.તમારા તમામ પ્રયાસોમાં સતત વૃદ્ધિ અને સફળતા માટે શુભેચ્છાઓ.

સવજીભાઈએ અમિતાબ બચ્ચનને ટિવટ કરીને આપ્યો આ જવાબ

અમિતાબ બચ્ચનના આ પત્રનો સવજીભાઈએ ટ્વિટ કરીને જવાબ આપ્યો છે તેમણે હૃદયપૂર્વક પ્રશંસા કરવા માટે અમિતાબ બચ્ચનનો આભાર માન્યો છે. વધુમાં તેમણે કહ્યું કે જેમ તમે કહ્યુ છે. “કામિયાબી ભી ઉન્હી કો મિલતી હૈ જો મુશ્કિલોં સે ટકરાતે હૈ, તમારી આ વાત અમારી પર લાગુ પડે છે. કેમકે, અમે પોતાના ખેતરમાં ખેતી કરીને સારું બમ્પર ઉત્પાદન મેળવવામાં અનેક પડકારોનો સામેનો કર્યો છે. તમારા દયાળું શબ્દો અમને સંઘર્ષ કરતા રહેવામાં અને પોતાના સપનાઓ પર વિશ્વાસ રાખવા માટે પ્રેરિત કરે છે. ભલે ગમે તેટલી મુશ્કીલો કેમ નહોય .

સવજીભાઈ ધોળકીયા કોણ છે ?

સવજીભાઈ ધોળકિયા સવજી કાકાના નામે જાણીતા છે. સવજીભાઈ ધોળકિયાનો જન્મ અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. ખેૂત પરિવારમાં જન્મ થવાને કારણે તેમને નાનપણથી જ ખેતીમાં રસ હતો. તેમણે ઉદ્યોગમાં એટલું ના કમાવ્યુ છે છતા પણ ખેતી પ્રત્યેનો તેમનો રસ ઓછો થયો નથી.

આ પણ  વાંચો : Surendrnagar: ભુપેન્દ્ર પટેલની સરકારને રાજુ કરપડાએ શું આપી ચીમકી?

Read More

Trending Video