અમિત શાહે પાકિસ્તાન અને વિપક્ષી પાર્ટીઓ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું- જમ્મુ-કાશ્મીરના લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો

September 7, 2024

Amit Shah in Jammu and Kashmir : દેશના ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) પ્રવાસે છે.આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આ દરમિયાન આજે તેમણે જમ્મુના પલૌરામાં (Paulura) એક રેલીને સંબોધિત કરી હતી.તેમણે કહ્યું કે આ એક યોગાનુયોગ છે કે ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) દિવસે જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ ચૂંટણી સંમેલન શરૂ થઈ રહ્યું છે અને આપણે બધા માનીએ છીએ કે વિઘ્નહર્તા યાત્રાઓમાં આવતા તમામ અવરોધોને દૂર કરે છે. હું દેશવાસીઓને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજથી જૈન ભાઈઓના પર્યુષણ પર્વનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. હું તમામ જૈન ભાઈઓ અને તમામ દેશવાસીઓને પર્યુષણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.અમિતશાહે કહ્યું કે આગામી ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે. દેશને આઝાદી મળ્યા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરના મતદાતાઓ બે ઝંડા નહીં પણ એક ત્રિરંગા નીચે મતદાન કરશે. પ્રથમ વખત, બે બંધારણ હેઠળ નહીં પણ ભારતના બંધારણ હેઠળ મતદાન થવા જઈ રહ્યું છે.

નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું

શાહે કહ્યું કે અમે લોકોને તેમના (નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ)ના વિભાજનકારી એજન્ડાથી વાકેફ કરવા માટે ઘરે-ઘરે જઈએ છીએ. મેં પ્રેસ કોન્ફરન્સ કરીને નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના વિભાજનકારી એજન્ડાનો પર્દાફાશ કર્યો હતો. પરંતુ આજે હું તમારા બધાની સામે આવ્યો છું, કારણ કે મને મીડિયા કરતાં તમારા પર વધુ વિશ્વાસ છે કારણ કે હું પણ તમારા જૂથનો છું, હું બૂથ પ્રમુખ પણ રહ્યો છું.વધુમાં તેમણે કહ્યું કે, કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરની માતાઓ અને બહેનોને 70 વર્ષ પછી અધિકાર મળ્યો છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી આ અધિકારો છીનવી લેવા માંગે છે. શું તમે આ અધિકાર છીનવી લેવા દેશો? નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટી પથ્થરબાજી અને આતંકવાદમાં સામેલ લોકોને જેલમાંથી મુક્ત કરવા માંગે છે જેથી કરીને જમ્મુ, પૂંછ, રાજૌરી જેવા વિસ્તારોમાં જ્યાં શાંતિ છે ત્યાં આતંકવાદ પાછો આવે. શું તમે આતંકવાદને આ વિસ્તારોમાં પાછો આવવા દેશો?શાહે કહ્યું, ‘નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને પીડીપીના લોકો કહે છે કે અમે પહેલા જેવી સિસ્ટમ લાવીશું. શું તમે આ સાથે સહમત છો? સ્વાયત્તતાની વાતે જમ્મુ-કાશ્મીરમાં આગ લગાડી, ખીણમાં 40 હજાર લોકો માર્યા ગયા. તેઓ કહે છે કે, અમે જમ્મુ-કાશ્મીરને સ્વાયત્તતા આપીશું. હું આજે એમ કહીને જાઉં છું કે કોઈ શક્તિ સ્વાયત્તતાની વાત કરી શકે નહીં.

રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

અમિત શાહે કહ્યું, ‘હું રાહુલ ગાંધીને એક વાત કહેવા માંગુ છું કે તમે ગમે તેટલી કોશિશ કરો, અમે ગુર્જરો, બકરવાલ, પહાડીઓ અને દલિતોના આરક્ષણને અસર નહીં થવા દઈએ. જ્યાં સુધી શાંતિ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં થાય.’અહીં એક અફવા છે કે નેશનલ કોન્ફરન્સ સરકાર બનાવવા જઈ રહી છે. હું નાનપણથી જ ચૂંટણીના આંકડાનો વિદ્યાર્થી છું અને હું તમને કહી રહ્યો છું કે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને ફારૂક અબ્દુલ્લાની સરકાર ક્યારેય બની શકે નહીં. ‘કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ કહી રહ્યા છે કે તેઓ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરશે. મને કહો કે તે કોણ આપી શકે? તે કેન્દ્ર સરકાર, પીએમ મોદી જ આપી શકે છે. તેથી જમ્મુ-કાશ્મીરના લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. અમે કહ્યું છે કે ચૂંટણી પછી અમે યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપીશું. અમે સંસદમાં આ વાત કહી છે. રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ.

આ પણ વાંચો : Boeing Starliner Landing: સ્ટારલાઈનરે સુનિતા વિલિયમ્સ વિના પૃથ્વી પર સફળ લેન્ડિંગ કર્યું, જાણો હવે તેઓ ક્યારે પાછા ફરશે

Read More

Trending Video