Amit Shah : ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેમણે આજે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજે 1500 કરોડના કામોનું લોકાર્પણ કર્યું. ત્યારે આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે સરકારના કામોની ઘણી વાહવાહી કરી હતી. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના એવા વખાણ કર્યા કે દાદા અચાનક ખડખડાટ હસતા થઇ ગયા.
આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અમદાવાદમાં એક જ મતવિસ્તાર એવો જ છે જેમાં સૌથી સારા કામો થયા છે. અને તે છે મુખ્યમંત્રીનો મતવિસ્તાર. આટલું સાંભળતા જ મુખ્યમંત્રી ખડખડાટ હસી પડ્યા. પરંતુ શું આ વખાણ હતા કે ટોણો હતો તે નક્કી કરવું અઘરું છે. કારણ કે હમણાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઘાટલોડિયામાં સોસાયટીમાં અસામાજિક તત્વોએ તલવારો લઇ જાહેરમાં દારૂ પી અને રહીશોને ધમકાવ્યા હતા. ત્યારે હવે વિચારવું એ રહ્યું કે આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીને ગૃહમંત્રીએ ટોણો માર્યો કે વખાણ કર્યા ?
આ પણ વાંચો : Somnath Demolition : સોમનાથ મેગા ડિમોલિશનને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી, કહ્યું, “જમીન સોમનાથ ટ્રસ્ટ પાસે જ રહેશે”