Amit Chavda on BJP : કેસરિયો ખેસ પહેરો, ભાજપના નેતાઓ સાથે ફોટા પડાવો અને બેફામ ભ્રષ્ટાચાર અને કાળા કામ કરો : અમિત ચાવડા

July 30, 2024

Amit Chavda on BJP : ગુજરાતમાં તમારે જો કોઈ કાળા કામ કરવા હોય તો કેસરિયો ખેસ પહેરો અને ભાજપ નેતા બની જાવ પછી તમારો કોઈ જ વાળ વાંકો કરી શકશે નહિ. પછી તમને પર્વનો મળી જાય છે કાળા કામ કરવાનો અને ભ્ર્ષ્ટાચાર આચરવાનો. તેવું આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ (Amit Chavda on BJP) પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું.

ગુજરાત હવે ડ્રગ્સનું હબ બની રહ્યું છે

એક તરફ ડ્રગ્સનો કોઈ પેડલર પકડાય તે રાજ્યના ગૃહમંત્રી સાથે, રાજ્યપાલ સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે ભાજપના અનેક મોટા નેતાઓ સાથે નજીકનો ઘરોબો ધરાવતા હોય તે રીતે ફોટા પડાવે છે. રાજ્યના ગૃહમંત્રીને ડ્રગ્સનો પેડલર જન્મદિવસની શુભેચ્છા આપતા લખે છે કે, મારા જીગરજાન મિત્ર અને મોટાભાઈને હું જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું. જયારે ગૃહમંત્રીના ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ પરથી એને જવાબ મળે છે ધન્યવાદ ભાઈ….એનો સ્પષ્ટ મતલબ થયે છે કે ડ્રગ્સના પેડ્લરો, ડ્રગ્સનો ધંધો કરતા લોકોનો નજીકનો સબંધ છે. આ જ કારણે આજે ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને યુવા પેઢી બરબાદ થઇ રહી છે.

જસદણમાં ભાજપ નેતાઓ દુષ્કર્મ આચરે છે

રાજકોટમાં કોલેજની એક દીકરી પર બળાત્કાર કરવામાં આવ્યો એને પીંખી નાખવામાં આવી એમાં પણ ભાજપના નેતાઓ સંડોવાયેલા છે પરંતુ હદ તો ત્યારે થાય છે કે ભાજપના પ્રદેશ લેવલના એક નેતાની હોસ્પીટલમાં આવા દુષ્કૃત્ય કરવામાં આવે છે તેમ છતાં એમનો વાળ પણ વાંકો નથી થતો.

દારૂબંધીવાળા રાજ્યમાં દારૂની ખુલ્લેઆમ હેરાફેરી

અમદાવાદમાં જયેશ ભાવસાર કરીને ભાજપના આગેવાન દ્વારા બીજા રાજ્યોમાંથી દારૂ લાવીને ગુજરાતમાં ઘુસાડવાનું નેટવર્ક ચલાવે છે, ભાજપના બીજા એક નેતાના પુત્ર લોકસભાની ચૂંટણી વખતે ભાજપને પ્રચાર અર્થે ગાડીઓ જોઈએ છે એમ કરી ગાડીઓ લોકો સાથે છેતરપીંડી કરી મેળવી એ ગાડીઓનું વેચાણ કરી ગીરવે મુકવામાં આવે છે એ ગીરવે મુકેલી ગાડીઓમાં દારૂ અને માંસની હેરફેર થતી હોવાની ફરિયાદો મળી છે છતાં એની સામે કાર્યવાહી થતી નથી પરંતુ લોકો જયારે રસ્તા ઉપર ઉતરે ત્યારે કાર્યવાહી થાય છે. એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતમાં જેટલું પણ ખોટું ચાલે છે એ બધાની અંદર ભાજપનો કેસરિયો ખેસ પહેરેલા લોકો સંડોવાયેલા છે તેમ બહાર આવી રહ્યું છે.

આ પણ વાંચોJasdan Rape Case : જસદણ દુષ્કર્મ કેસમાં આરોપીઓએ આગોતરા જામીનની કરી અરજી, 5 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે

Read More

Trending Video