Israel: હમાસ ચીફ ઈસ્માઈલ હનીયેહના મૃત્યુ બાદ ઈરાને ઈઝરાયેલ સામે મોરચો ખોલવાની ચેતવણી આપી છે. ઈરાને હનીહના મૃત્યુ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. જો કે ઈઝરાયેલે આની જવાબદારી લીધી નથી. ઈઝરાયેલે પણ ઈરાનને આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે કે જો તે હુમલો કરશે તો નેતન્યાહુની સેના પણ ચૂપ નહીં રહે. મધ્ય પૂર્વમાં વધતા પ્રાદેશિક જોખમોને ધ્યાનમાં રાખીને અમેરિકા ચેતવણીઓ આપવાનું ચાલુ રાખે છે. અમેરિકાનું કહેવું છે કે જો ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું હતું કે, “જો ઈરાન Israel પર હુમલો કરશે તો તેના ગંભીર અને વિનાશક પરિણામો આવી શકે છે. જેનાથી ગાઝા સંઘર્ષમાં શાંતિ મંત્રણાની સંભાવનાઓ પણ જોખમાઈ શકે છે.” અધિકારીએ કહ્યું કે અમેરિકા ઈરાનને આ દિશામાં આગળ ન વધવાની સલાહ આપે છે. કારણ કે તેના ઈરાન માટે ખાસ કરીને મુશ્કેલ પરિણામો આવી શકે છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ શુક્રવારે ગાઝા યુદ્ધને લઈને સકારાત્મક સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું કે 10 મહિનાની લડાઈ બાદ યુદ્ધવિરામની શક્યતા હવે પહેલા કરતા વધુ નજીક છે. અમેરિકી મધ્યસ્થીઓએ કતારમાં બે દિવસની મંત્રણા દરમિયાન એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જે બંને પક્ષો વચ્ચેના મતભેદોને ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે.
અધિકારીએ કહ્યું કે હિઝબુલ્લાએ 7 ઓક્ટોબરની ઘટના બાદ Israel વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. હવે જો ઈરાન આ સમયે આવું કંઈક કરશે તો યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિની શક્યતા ખતરામાં આવી જશે.
31 જુલાઈએ તેહરાનમાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હનીયેહની હત્યા બાદ ઈરાને ઈઝરાયેલને કડક ચેતવણી આપી છે. તેના જવાબમાં, ઇઝરાયેલના વિદેશ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે શુક્રવારે બ્રિટન અને ફ્રાંસના તેમના સમકક્ષો સાથે એક મહત્વની બેઠક યોજી હતી, જેમાં તેમણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે જો ઇરાન ઇઝરાયેલ પર હુમલો કરશે તો બ્રિટન અને ફ્રાન્સ ઇરાન પર હુમલો કરશે. અમેરિકી અધિકારીઓએ જવાબમાં કહ્યું કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ તમામ સંભવિત પરિસ્થિતિઓ માટે તૈયાર છે અને ઈરાનના કોઈપણ હુમલા સામે ઈઝરાયેલને બચાવવા માટે જરૂરી પગલાં લેશે.
આ પણ વાંચો: સ્પેસમાં ફસાયેલા Sunita Williamsની વધી મુશ્કેલીઓ, હવે આંખોમાં થઈ આવી સમસ્યા